સામઢી રાણાજીવાસ ખાતેથી યુજીવીસીએલની આપના દ્વારે યોજનાનો શુભારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-27 12:03:31
  • Views : 547
  • Modified Date : 2019-11-27 12:03:31

પાલનપુર તાલુકાના સામઢી રાણાજીવાસ ખાતે સોમવારે યુજીવીસીએલની પેટાવિભાગ ગઢ કચેરી દ્વારા વીજ કંપની આપના દ્વારે નામના પોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગઢ પેટાવિભાગ કચેરીના ઈજનેર ડી. એમ.મેવાડા તેમના સ્ટાફ સાથે સામઢી પંચાયત ખાતે જઈ સ્થળ પરજ ઘર વપરાશના વીજ જોડાણ,  દુકાનના નવીન વીજ જોડાણ સ્થળ પર જ મંજૂર કરી ચાલુ કરી આપવામાં આવ્યા હતા. ખેતીવાડીના વીજ જોડાણોને સ્થળ પર જ મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સ્થળ પરજ ઘર વપરાશના ૨૭ વીજ જોડાણ, ખેતીવાડીના ૪ વીજ જોડાણની સ્થળ પર જ મંજૂરી આપી દેવામાં આવેલ અને કરાર નામુ પણ કરી
આપવામાં આવેલ. નવીન ઘર વપરાશના ૩ વીજ જોડાણ અને દુકાન વપરાશનું ૧ એમ કુલ ૪ વીજ જોડાણ પણ સ્થળ પર જ ચાલુ કરવામાં આવેલ. ખેતીવાડી વીજભાર વધારામાં
પુરવણી બીલ આપેલા બે
ગ્રાહકોની સ્થળ પર આખરી આકારણી કરવામાં આવેલ અને ગામમાં જાહેર રસ્તા પર નડતર રૂપ થાંભલાઓનું સર્વે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પાલનપુર વર્તૃળ કચેરીથી એલ.એ.ગઢવી વિશેષ મુખ્ય ઇજનેર, એન. એચ. મહેતા કાર્યપાલક ઈજનેરે ઉપસ્થિત રહી ખેડૂતો અને ગામલોકોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું  હતું અને ગ્રાહકો અને વીજકંપની વચ્ચે સુમેળ જળવાઈ રહે અને લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવે તે આશયથી હવે દરેક ગામમાં આ પ્રકારના કાર્યક્રમ રાખી લોકોને સુવિધાઓ પુરી પાડવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સામઢી રાણાજી વાસના સરપંચ તેમજ તલાટીનો વિશેષ સહયોગ રહ્યો હતો અને ગ્રામજનો પણ વીજ કંપનીની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન જુનિયર આસિસ્ટન્ટ  અવનીબેન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યુ હતું


Download Our B K News Today App



Related News