યુપીમાં આજથી યોગી 2.0 સરકાર : નવા કેબિનેટમાં 48 મંત્રીઓ હશે, કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠક ડેપ્યુટી CM બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-25 14:42:35
  • Views : 204
  • Modified Date : 2022-03-25 14:42:35

યુપીમાં આજથી યોગી 2.0 સરકાર : નવા કેબિનેટમાં 48 મંત્રીઓ હશે, કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠક ડેપ્યુટી CM બનશે

 

હું આદિત્યનાથ યોગી ઇશ્વરના શપથ લઉં છું...આ લાઇન સાથે યુપીમાં યોગી સરકાર 2.0 શાસન શરૂ થશે. લખનઉના ઈકાના સ્ટેડિયમમાં સાંજે 4 વાગે યોગી બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ પહેલા મોટા સમાચાર એ છે કે અગાઉની સરકારના 20 મંત્રીઓને બહાર કરવામાં આવ્યા છે. એટલે કે આ વખતે તેમને કેબિનેટમાં સ્થાન નથી મળી રહ્યું. કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠક ડેપ્યુટી સીએમ બનશે.

જ્યારે, મુખ્યમંત્રી આવાસથી એવા ધારાસભ્યોને પણ ફોન આવ્યા છે જેમને મંત્રી બનાવવાના છે. આ ધારાસભ્યો મુખ્યમંત્રી આવાસ પર પહોંચી રહ્યા છે. અત્યાર સુધી કેશવ મૌર્ય, એકે શર્મા, જિતિન પ્રસાદ, સ્વતંત્ર દેવ, બલદેવ સિંહ ઓલખ, બેબી રાની મૌર્ય સહિત 48 ધારાસભ્યો સીએમ આવાસ પર પહોંચ્યા છે.

કેશવ મૌર્ય, કુંવર બ્રજેશ સિંહ, જેપીએસ રાઠોડ, જયવીર સિંહ, બેબી રાની મૌર્ય, અનૂપ વાલ્મિકી, અસીમ અરુણ, અનિલ રાજભર, સંજીવ ગૌર, સંદીપ સિંહ, જિતિન પ્રસાદ, નીતિન અગ્રવાલ, સ્વતંત્ર દેવ, આશિષ પટેલ, બલદેવ ઓલખ, પ્રમિલા પાંડે, સંજય નિષાદ, સતિષ શર્મા, વિજય લક્ષ્મી ગૌતમ, રાકેશ રાઠોડ, ધરમવીર પ્રજાપતિ, લક્ષ્મી નારાયણ ચૌધરી, બ્રિજેશ પાઠક, સંજય ગંગવાર, પ્રતિભા શુક્લા, રાકેશ રાઠોડ, ભૂપેન્દ્ર ચૌધરી, અનૂપ પ્રધાન, દિનેશ ખટીક, ગિરીશ યાદવ, કપિલ દેવ અગ્રવાલ, સુરેશ રાહી, નંદ ગોપાલ ગુપ્તા નંદી, રામ નરેશ અગ્નિહોત્રી, ધરમવીર પ્રજાપતિ, પૂરન પ્રકાશ, અંજુલા માહૌર, સરિતા ભદોરિયા, રજની તિવારી, કેપી મલિક, અનિલ શુક્લા વારસી, સિદ્ધાર્થનાથ સિંહ, સલિલ બિશ્નોઈ, કેશવ પ્રસાદ મૌર્ય, સ્વતંત્ર દેવ સિંહ, દયા શંકર સિંહ, શ્રીકાંત શર્મા, નરેન્દ્ર કશ્યપ યોગેન્દ્ર ઉપાધ્યાય.

3:30 વાગે વડાપ્રધાન અરપોર્ટ પર પહોંચશે. વડાપ્રધાનને રિસીવ કરવા સીએમ યોગી, કેશવ પ્રસાદ મૌર્ય એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે.

મંત્રી બનનારાઓમાં 8 MLCનો પણ સમાવેશ થાય છે. આ સિવાય 40 ધારાસભ્યો છે.

ધારાસભ્ય લક્ષ્મીનારાયણ ચૌધરીને શપથ માટે રાજભવન તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. ખેર (અલીગઢ) વિધાનસભા સીટથી બીજેપી ધારાસભ્ય અનૂપ વાલ્મિકી પણ સીએમ આવાસ પહોંચ્યા.

ઈકાના સ્ટેડિયમ તરફ જતા દરેક રસ્તા પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

શપથ ગ્રહણ માટેના પ્લેટફોર્મ પર 70 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. તેમાંથી 48 ખુરશીઓ અલગ લગાવાઈ છે.

હાલમાં શહીદ પથ પર માત્ર પેસેન્જર વાહનોને જ મંજૂરી આપવામાં આવી રહી છે. ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરો બુલડોઝર પર સવાર થઈને લખનઉ પહોંચી ગયા છે.

હિન્દુત્વના એજન્ડાને ધાર, 27 હજાર મંદિરોમાં પૂજા
ભાજપે શપથ ગ્રહણને ઐતિહાસિક બનાવવા માટે કોઈ કસર છોડી નથી. 2024 માટે, પાર્ટી તેના મુખ્ય એજન્ડા હિન્દુત્વને વધુ ધાર આપવા તરફ આગળ વધી રહી છે. આ કારણ છે કે શપથ પહેલા રાજ્યના 27 હજાર મંદિરોમાં સવારે કાર્યકર્તાઓ પૂજા કરશે. અયોધ્યા, કાશી અને મથુરામાં સવારથી જ મંદિરોમાં પૂજા અને શંખ નાદ થયા છે. સીએમના શહેર ગોરખપુરમાં પણ શપથગ્રહણનું 200 થી વધુ સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

40 થી 45 મંત્રીઓના શપથ લેવાની તૈયારી, નવા ચહેરાઓને તક
યોગી સાથે 40 થી 45 મંત્રીઓ પણ શપથ લેશે. બે ડેપ્યુટી સીએમ પણ બનાવાશે. કેશવ મોર્યનું નામ નક્કી છે. બીજું કોણ હશે તે હજુ નક્કી થયું નથી. સૂત્રોનું માનીએ તો અન્ય 5 નામ રેસમાં છે. જેમાં દિનેશ શર્મા, બેબી રાની મૌર્ય, બ્રિજેશ પાઠક, સ્વતંત્ર દેવ સિંહ અને એકે શર્માનો સમાવેશ થાય છે. દિલ્હીમાં મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં આ નામો પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે, મંત્રીઓના નામ અને સંખ્યાને લઈને પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. યોગી કેબિનેટમાં પ્રોફેશનલ અને યુવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. જેમાં અપર્ણા યાદવ, અસીમ અરુણ, રાજેશ્વર સિંહ, આશિષ પટેલ જેવા નામોનો સમાવેશ થાય તેવી ચર્ચા છે.

12 સીએમ, 5 ડેપ્યુટી સીએમ આવશે
12
ભાજપ શાસિત રાજ્યોના સીએમ શપથ ગ્રહણમાં હાજરી આપશે જેમાં શિવરાજ સિંહ ચૌહાણ (મધ્યપ્રદેશ), મનોહર લાલ ખટ્ટર (હરિયાણા), પેમા ખાંડુ (અરુણાચલ પ્રદેશ) એમએન વિરેન સિંહ (મણિપુર), જયરામ ઠાકુર (હિમાચલ પ્રદેશ), બિપ્લબ દેવ (ત્રિપુરા), પ્રમોદ સાવત (ગોવા), હેમંત બિસ્વા શર્મા (આસામ), બસવરાજ બોમ્મઈ (કર્ણાટક), ભૂપેન્દ્ર પટેલ (ગુજરાત), પુષ્કર સિંહ ધામી (ઉત્તરાખંડ) સામેલ થશે. આ સિવાય 5 ડેપ્યુટી સીએમ પણ સામેલ થશે. જેમાં તારકેશ્વર સિંહ (બિહાર), રેણુ દેવી (બિહાર), યાન્થુંગો પેટન (નાગાલેન્ડ), ચૌના મીન (અરુણાચલ પ્રદેશ) અને જિષ્ણુ દેવ વર્મા (ત્રિપુરા)નો સમાવેશ થાય છે.

અંબાણી-અદાણી સહિત 49 ઉદ્યોગપતિઓ પણ આવશે
યુપીની અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ આપવાના હેતુથી દેશભરમાંથી 49 ઉદ્યોગપતિઓને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. સારા કાયદા- વ્યવસ્થાના નામે યોગી પ્રથમ કાર્યકાળમાં જ યુપીમાં રોકાણ માટે ઉદ્યોગપતિઓનો સતત સંપર્ક કરી રહ્યા હતા. ચૂંટણી દરમિયાન પણ તેમણે ઘણી વખત તેનો ઉલ્લેખ કર્યો હતો. જે ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, એન. ચંદ્રશેકરન, કુમાર મંગલમ બિરલા, આનંદ મહિન્દ્રા, લુલુ ગ્રુપના યુસુફ અલી, ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતા, ગોયનકા ગ્રુપના સંજીવ ગોયનકા અને લોઢા ગ્રુપના અભિનંદન લોઢાનું નામ છે. આ સાથે અમિતાભ બચ્ચન પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે તેવી ચર્ચા છે.

 

Download Our B K News Today App



Related News