સમગ્ર વિશ્વ દ્વારા સર્વ સ્વિકૃત યોગ એ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક દેન શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-22 11:23:13
  • Views : 650
  • Modified Date : 2019-06-22 11:23:13

જિલ્લા મથક પાટણ ખાતે તારીખ ૨૧ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાટણની
પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજમાં યોજાયેલી વિશાળ યોગ શિબિરને સંબોધતાં શ્રમ અને રોજગાર મંત્રી
દિલીપકુમાર ઠાકોરે યોગને ભારત તરફથી વિશ્વને મળેલી અનુપમ દેણ તરીકે ઉલ્લેખતાં જણાવ્યું હતું કે, વિશ્વગુરૂ ભારતના ઋષિ-મુનિઓએ વૈદિક કાળથી યોગ થકી માનવજીવનને ખુશહાલ રાખવાનું શ્રેય મેળવ્યું હતું. ભારતની આ મહાન વિરાસતને વૈશ્વિક સ્વિકૃતિ સાંપડી છે. સને ૨૦૧૫થી તારીખ ૨૧ જૂનને વિશ્વ સ્તરે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું ચાલુ કર્યુ છે. ભારતની મહાન પરંપરાને વિશ્વ સ્તરે મૂર્તિમંત કરવાનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે. તેમના પ્રયાસોથી યોગ વિશ્વ સ્તરે પ્રચલન પામ્યો છે.
યોગ થકી માનવ જિંદગી તંદુરસ્ત-ખુશહાલ અને રોગમુક્ત બને છે. યોગને જીવનશૈલીનો ભાગ બનાવી દૈનિક દિનચર્યા તરીકે
અપનાવવો જોઇએ. યોગ, પ્રાણાયામ અને ધ્યાન વ્યક્તિને તેના ‘સ્વ’ સાથે જોડે છે. તન, મન, બુદ્ધિ સાથેના જોડાણને યોગ કહે છે. યોગ થકી માણસ ઉર્જાવાન, શક્તિશાળી અને બલિષ્ઠ બની શકે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મંત્રીએ ખુબ મોટી સંખ્યામાં યોગ શિબિરમાં જોડાનાર લોકોને અભિનંદન
પાઠવ્યા હતા.
યોગ ફાર હાર્ટ કૅર થીમ પર યોજાયેલા પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિરમાં મંત્રી દિલીપકુમાર ઠાકોર, સંગઠનના પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, મોહનભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, અધિક નિવાસી કલેક્ટર બી.જી.પ્રજાપતિ અને ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હરદેવસિંહ વાઘેલા સહિત પ્રબુધ્ધ નાગરિકો, સરકારી
અધિકારી-કર્મચારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.  પાટણ ખાતે પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ ઉપરાંત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, બી.ડી.હાઇસ્કૂલ અને શાંતિ નિકેતન હાઇસ્કૂલ ખાતે યોગ શિબિરમાં હજારો લોકો સહભાગી બન્યા હતા.
જિલ્લામાં તાલુકા તથા નગરપાલિકા કક્ષાના કુલ ૩૧ કેન્દ્રો પર યોગ શિબિરો યોજાઈ હતી. જિલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની તથા નગરપાલિકા કક્ષાની યોગ શિબિરો ઉપરાંત જિલ્લાની તમામ
પ્રાથમિક-માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજોના ૧૦૫૦ જેટલા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સહિત ૦૩ લાખ કરતાં વધુની સંખ્યામાં લોકો યોગ શિબિરોમાં જોડાઈ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.
પાટણની વિશ્વ ધરોહર રાણકી વાવ, સિદ્ધપુરના પુરાણ પ્રસિદ્ધ બિંદુ સરોવર અને કોડધા ખાતે આવેલા ઘુડખર અભ્યારણ્યના રણ વિસ્તારને આઈકોનિક પ્લેસ તરીકે
પસંદગી કરી આ સ્થળોએ વિદ્યાર્થીઓ તથા વિવિધ ગ્રુપ્સ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત યોગ દિવસમાં રોટરી ક્લબ આૅફ પાટણ, એક્ટીવ ગ્રુપ, સમર્પણ ગ્રુપ, દિવ્ય જીવન યોગ કેન્દ્ર, આર.એસ.એસ., સ્વામી વિવેકાનંદ યુવક મંડળ, મહિલા મંડળ, બ્રહ્માકુમારી અને ગાયત્રી પરિવાર જેવી અનેક સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી.
ઝારખંડના રાંચી ખાતેથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંદેશ પ્રસારીત કરવામાં આવ્યો હતો. જેમાં ભારતની મહાન વિરાસત એવા યોગને સ્વસ્થ અને આયુષ્માન ભારતના નિર્માણ માટે જીવનશૈલીનું અંગ તથા સ્વભાવ બનાવવા અનુરોધ કર્યો હતો. જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ
પણ વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરાઇ હતી. જેમાં યુવા પેઢીનો યોગ માટેનો લગાવ નોંધપાત્ર હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રભાઈ પટેલે સ્વાગત સંબોધન તથા પ્રાંત અધિકારી ડી.બી. ટાંક દ્વારા આભારવિધી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News