માલગઢ ખાતે યોગ મહોત્સવ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 11:52:19
  • Views : 526
  • Modified Date : 2019-04-22 11:52:19


ડીસા તાલુકાના માલગઢ ગામ ખાતે આર્ટ ઓફ પરિવાર  માલગઢ  દ્વારા ચાર દિવસીય યોગ મહોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો. અંતિમ દિવસે લોકોએ નાચ ગાન અને મસ્તી સાથે યોગ કર્યા હતા. યોગ દ્વારા વિશ્વ શાંતિ સંભવ છે તેમ યોગગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું હતું. 

માલગઢ ખાતે છેલ્લાં ચાર દિવસથી આર્ટ ઓફ પરિવાર દ્વારા યોગ મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે યોગ મહોત્સવના અંતિમ દિવસે લોકોમાં વધારો જોવા મળ્યો હતો. ૫૦૦ થી વધુ  લોકોએ અંતિમ દિવસે યોગગુરુ શૈલેષજી રાઠોડ પાસેથી 

યોગ- પ્રણાયામનું માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે  પોતાની બીમારીઓ અંગેના પ્રશ્નોનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું. અંતિમ દિવસે નાચ ગાન સાથે યોગ 

સંપન્ન થયો હતો. સૌના ચહેરા પર હાસ્ય જોવા મળતું હતું. માલગઢ આર્ટ ઓફ પરિવાર યોગગુરુ શૈલેષજી રાઠોડને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. તેમ પુનઃ માલગઢ  પધારો તેવી અભિલાષા વ્યક્ત  કરી હતી. યોગગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું કે વિશ્વમાં અશાંતિ  ફેલાવનારા તત્વો વધી ગયા છે. યોગ દ્વારા જ વિશ્વ શાંતિ સંભવ છે. તેઓએ ગ્રામ્ય લોકોને વ્યસનથી દુર રહેવા અનુરોધ કર્યો હતો. જટીલમાં જટીલ બીમારી પણ યોગ – પ્રાણાયામથી દૂર કરી શકાય છે. વધુમા યોગગુરુ શૈલેષજી રાઠોડ દ્વારા ૨૩ તારીખના રોજ  ૧૦૦ ટકા મતદાન કરવાનુ આહવાન કરવામાં આવ્યું હતું. 


Download Our B K News Today App



Related News