માલગઢ ખાતે યોગ મહોત્સવનો પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:53:56
  • Views : 477
  • Modified Date : 2019-04-19 05:53:56

બનાસકાંઠા જિલ્લાનાં ડીસા તાલુકાના માલગઢ ગામ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર  દ્વારા ચાર દિવસીય યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા પધારેલા  યોગગુરૂ શૈલેષજી રાઠોડે મસ્તી સાથે યોગનું પધ્ધતિસરનું માર્ગદર્શન પુરુ પાડ્‌યું હતું. તેઓએ માનસિક શાંતિ માટે યોગ જરૂરી છે તેમ જણાવ્યુ હતું. શેઠ શ્રી એલ.એચ.માળી આદર્શ હાઇસ્કૂલ, માલગઢ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પધારેલા આંતરરાષ્ટ્રીય યોગગુરુ  શૈલેષજી રાઠોડ યોગ પ્રાણાયામ, ધ્યાન અને વિવિધ શારીરિક કસરતોનું માર્ગદર્શન પુરુ પાડ્‌યુ હતું. ગામે-ગામથી ૫૦૦ જેટલા  યોગ સાધકો આ યોગ મહોત્સવમાં ઉમટી પડયા હતા. આ યોગ મહોત્સવમાં યોગગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું કે, મંદિરમાં જાઓ છો ત્યારે ત્યાંથી સકારાત્મક ઉર્જા મળી રહે છે. યોગ દ્વારા આંતરિક ઉર્જામાં વધારો કરો. યોગ આપણી શક્તિઓને જોડે છે. માનશિક શક્તિ માટે યોગ જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારનાં લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા હોય છે. શારીરિક શ્રમ ક્યાં હોય છે. ત્યારે તેઓ માટે યોગ કેમ જરૂરી છે. તે વિશે યોગગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું કે શારીરિક શ્રમની સાથે સાથે માનશિક શાંતિ પણ જરૂરી છે. પહેલાં ગામડનાં લોકો ભેગા રહેતા. સંયુક્ત કુટુંબ હતુ, હવે ગામડાની પણ તસવીર બદલાઈ છે. લોકો વિખુટા પડયા છે. સુખમય જીવન બનાવવું હોય તો સારીરિક શ્રમની સાથે સાથે યોગ તરફ પણ વળવુ પડશે. તો જ પહેલાં જેવા ગામડાઓ સ્થાપિત કરી શકાશે. 


Download Our B K News Today App



Related News