મહંત શ્રી કે.ડી.આદર્શ હાઈસ્કૂલ રામપુરા વિશ્વ યોગદિનની ભવ્ય ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-22 11:07:16
  • Views : 625
  • Modified Date : 2019-06-22 11:07:16

સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિની ભવ્ય દેન એવા યોગથી જયારે વિશ્વ રંગાઈ ગયું છે. ત્યારે સમગ્ર ભારત વર્ષ અને ગુજરાતમાં પણ ૨૧મી જૂને વિશ્વ યોગદિનની ઉજવણી કરવામાં આવેલ. આજ શૃંખલાના સ્વરૂપે મહંત શ્રી કે.ડી.આદર્શ હાઈસ્કૂલ
રામપુરામાં યોગદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. આ યોગ અભ્યાસમાં શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ,
ટ્રસ્ટીઓ તેમજ વાલીગણ સાથે ૧૦૦૦ કરતા પણ વધુ સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. યોગના નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે હળવી કસરત, જુદી જુદી સ્થિતિના આસનો  અને વિવિધ પ્રાણાયામનો અભ્યાસ સામુહિક રીતે કરવામાં આવ્યો હતો. વિશ્વ યોગદિનની ઉજવણી પહેલાં એક સપ્તાહ સુધી શાળાના વ્યાયામ શિક્ષક
પરેશભાઈ રાવલ દ્વારા વિદ્યાર્થીઓને યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો મહાવરો કરાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી   નિર્મલપુરીજી, શાળાના આચાર્ય, સ્ટાફગણ તેમજ જિલ્લા કો-ઓર્ડીનેટર અમીરામભાઈ જોષીનું માર્ગદર્શન સાંપડ્‌યું હતું. કાર્યક્રમ શાંતિપાઠ અને
સંકલ્પપત્ર સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News