યાત્રાધામ ઢીમાધામના સ્મશાનગૃહનો વિકાસ માત્ર " મૃગજળ " સમાન બન્યો ??

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 12:01:53
  • Views : 572
  • Modified Date : 2019-04-05 12:01:53


વાવ તાલુકાના પવિત્ર યાત્રાધામ ઢીમા ધામના સાર્વજનિક સ્મશાનગૃહને વિકસાવવાનું સ્વપ્ન માત્ર સ્વપ્ન સમાન બન્યું છે.વર્ષોથી અહીંયા બનાવેલ પતરાનો સેડમાં પતરા ફુટી જવાથી ચોમાસામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો
પડે છે. તો વળી ગ્રામપંચાયત દ્વારા બનાવેલ દિવાલના કામમાં પણ ભ્રષ્ટ્રાચારની બુમરાડો ઉઠી છે. ત્યારે વિકાસના નામે માત્ર સરકારી તિજોરીને ખાલી કરી રહ્યાં છે.  ત્યારે લોકોને પ્રાથમિક સુવિધાઓનો અભાવ વર્તાય છે. પરિણામે લોકોને હાડમારીઓનો સામનો કરવો પડે છે.
યાત્રાધામ ઢીમામાં આવેલ ઢીમા મેઈન એપોચ હાઇવે અને જુના બસસ્ટેન્ડ નજીકમાં સ્મશાનગૃહનો વિકાસ કરવાની દરેક ગ્રામજનની વ્યક્તિગત ઈચ્છા છે.પરંતુ વર્ષોથી આ સ્મશાનગૃહનો વિકાસ જાણે મૃગજળ સમાન બનતું જણાય છે. તો વળી યાત્રાધામ ઢીમા ધામની ગ્રામપંચાયત દ્વારા
પવિત્ર યાત્રાધામમાં આવેલ સ્મશાનગૃહમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News