પાલનપુરની યાના પટેલે નેશનલ ડાન્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી નામ કર્યું રોશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-21 11:58:51
  • Views : 1025
  • Modified Date : 2021-07-21 11:58:51

     પાલનપુરની દીકરી યાના પટેલએ ઓનલાઈન નૅશનલ ડાન્સ ચેમ્પિયનશિપમાં  ભારતમાં ચોથો ક્રમાંક લાવ્યો અને આખા ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી નામ રોષન કર્યું છે

     સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે.જેના કારણથી તમામ રાજ્યોમાં લોકડાઉન લગાવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પણ શામિલ છે. જેથી તમામ કલાસ, કોચિંગ તેમજ એક્ટિવિટી ક્લાસિસ પણ બંધ કરવામાં આવ્યા હતા અને તમામ કોમ્પિટિશન રદ કરવામાં આવ્યા હતા અને તે સમસ્યાને જોતા તમામ કાર્ય ઓનલાઈન કરવામાં આવ્યા હતા. તેમજ ઓનલાઈન શિવ ડાન્સ નેશનલ કોમ્પિટિશન  રખવામાં  આવી હતી જેમાં ભારતના તમામ રાજ્યના બાળકોએ પાર્ટીશીપેટ કર્યો હતો અને તેમાં પાલનપુરની દીકરી યાના પટેલે ભાગ લીધો હતો..જેમાં આખા ભારતમાં યાના પટેલનો આ ડાન્સ સ્પર્ધામાં 4 થો ક્રમાંક આવ્યો હતો તેમજ ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત, બનાસકાંઠા અને પાલનપુરનું નામ રોશન કર્યું છે...પાલનપુરના નૃત્ય ડાન્સ સ્ટુડિયોમાં ડાન્સ શિખતા યાનાને 2 થઈ વધુ વર્ષ થઈ ગયેલ છે. જેના અંદર અંદર  યાના પટેલ આયોજિત તમામ પ્રતિયોગીતામાં વિજેતા બનેલ છે.

     યાના પટેલે ગુજરાતની તમામ પ્રતિયોગીતામાં ભાગ લીધેલા છે અને તેમાં વિજેતા પણ બની છે. યાના પોતાની ફ્લેકસીબલિટીને સ્થિર રાખવા માટે યાનાને સ્પેશિયલ ડાઈટ આપવામાં આવે છે. હાલમાં આવનાર ડાન્સ પ્રતિયોગીતામાં વિજેતા બનવાની ત્યારી હાલમાં ચાલુ છે યાનાએ પોતાની ડાન્સ પ્રેક્ટિસનો સમય વધારી દીધેલ છે. 

Download Our B K News Today App



Related News