ડીસા તાલુકાના જુનાડીસા ગામે અષાઢી બીજ નિમિત્તે ચામુંડા માતાના મંદિરે યજ્ઞ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-02 12:00:18
  • Views : 274
  • Modified Date : 2022-07-02 12:00:18

 

ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિરે અષાઢી બીજ નિમિતે યજ્ઞ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો એક અનેરૂ મહત્વ હોય છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં એક અનોખી આસ્થા રાખતા હોય છે ત્યારે આજે અષાઢી બીજ નિમિત્તે ઠેર ઠેર હવન યજ્ઞ ડીસા તાલુકામાં યોજાયા હતા આમ તો અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા  નીકળતી હોય છે પરંતુ હિન્દુ ધર્મના કોઈપણ સારું કાર્ય કરવા માટે મુરત લોકો જોતા હોય છે ત્યારે વર્ષમાં એકવાર આવતી અષાઢી બીજ બહુ સુકુની માનવામાં આવે છે ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે આવેલ ચામુંડા માતાના મંદિરે માં ચામુંડા માતાજીનો યજ્ઞ યોજાયો હતો જ્યારે યજ્ઞમાં જુનાડીસા ગામ સહિત આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ભાગ લઈ હવનમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી જ્યારે પ્રસંગે પંચ પટેલ બબાભાઈ પુનડીયા અમૃતભાઈ જગમાલ ભાઈ પુનડીયા ઇશ્વરભાઇ ગણાભાઇ પુનડીયા મેવાભાઈ મોહન ભાઇ પુનડીયા મફાભાઈ  પુનડીયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ભાગ લઈ સમાજને એક જૂથ રેવા તેમજ ભાઈ ચારાની ભાવનાથી રહેવા માટે સૂચન કરાયું હતું.જ્યારે આવનાર ભક્તો માટે ચોળા અને શીરાની પરસાદ આપી જય ચામુંડા જય ચામુંડા ના જય જયઘોષ સમગ્ર વાતાવરણ મુંજી ઉઠ્યું હતુ જ્યારે માઈ ભક્તોએ પણ હવનમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.

Download Our B K News Today App



Related News