થરાદમાં આગણવાડી કાર્યકર મહિલાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા થરાદ પોલીસ અધિક્ષકને કરી લેખિત ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-23 12:19:44
  • Views : 4775
  • Modified Date : 2021-09-23 12:19:44

     બનાસકાંઠાના સરહદી થરાદના કુંભારવાસ માં રહેતા એક પરણિત મહિલા એ  થરાદ.પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે કે તેમના સાસરિયા પક્ષના તેમના પતિ હિતેશભાઇ તથા તેમની સાસુ અને જેઠાણી  તેમજ સસરા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા છેલ્લા ત્રણ વર્ષથી તેમનું જીવન જીવવું હરામ કરી દીધું છે જ્યારે તારીખ 19 9 2021 ના રોજ તેમને મારી નાખવાના ઇરાદે ઘરમાં પૂરી થઈ મારઝૂડ કરેલ અને કોઈને કહીશ તો તારા પિતાજી ને જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી જ્યારે આ બાબતે  તું કોઈ ને કહે નહીં તમે કહી માંગરોળ ગામે આવેલ માતાજીની સોગન ખાવા બાઈક પર બેસાડીને તેમના પતિ હિતેશભાઇ માંગરોલ  લઇ ગયેલ હતા જ્યારે સોગન ખાવાની ના પાડતા બે-ત્રણ લાફા મારીને બળજબરીપૂર્વક બાઈક પર બેસાડી મારી નાખવાના ઇરાદે ચાલુ બાઇકે ધક્કો મારી રોડ પર ફેંકી દીધેલ હતા ત્યારે પરણિત મહિલા સહિત તેમની દીકર ને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે આ બાબતની તેમના પિતાને વાત કરતા પરણિત મહિલાને સામાન્ય ઈજાઓ થતા પ્રાથમિક સારવાર થરાદ સરકારી હોસ્પિટલમાં કરાવી હતી સમગ્ર બાબતે પરણિત મહિલા ના પિયર પક્ષ દ્વારા સમાધાન કરવાની વાત કુટુંબ ના લોકો અને ગામના આગેવાનો ને કરી હતી જેકે  તેમ છતાં તેના સાસરિયા પક્ષના લોકો દ્વારા અમારે સમાધાન કરવું નથી તમારા થી જે થાય તે કરી લો તેમ કહી સમાધાન માટે આવ્યા ન હતા પરણિત મહિલા આગણવાડી માં નોકરી કરતી હોવાથી તેને નોકરી કરવા જવું પણ તેમના સાસરિયા પક્ષના ત્રાસ ના કારણે મુશ્કેલ બની ગયું છે તેના પતિ દ્વારા વારંવાર માનસિક શારીરિક હેરાન કરતાં અને પરણિત મહિલા ને જીવવું મુશ્કેલ થતાં થરાદ પોલીસ અધિક્ષક ને લેખિત રજૂઆત કરી અને  તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે આજીજી કરી હતી.

 

Download Our B K News Today App



Related News