પીવાના પાણીની વિકટ પરિસ્થિનું નીર્મણા, રાધનપુર અને સાંતલપુર ગ્રામ્ય વિસ્તારોમાં પાણી નહી પહોંચતા કરાઈ લેખિત ફરિયાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-25 11:07:32
  • Views : 236
  • Modified Date : 2021-05-25 11:07:32

    રાધનપુર અને સાંતલપુર વિસ્તારના અનેક ગામોમાં લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે..પાણીના બુંદ બુંદ માટે લોકો તરસી રહ્યા છે. મહિલાઓ અને નાનકડી દિકરીઓ માથે માટલા લઈને પાણી માટે ભટક્તી જોવા મળી રહી છે. પશુપાલકોને પણ અબોલ પશુઓને પાણી પીવડાવવા માટે ત્રણ કિલોમીટર જેટલી સફર ખેડવી પડે છે જો આની પરિસ્થિતિ રહી તો હજુ પણ લોકોની સ્થિતિ દયનિય બનશે..રાધનપુર અને સાંતલુપર ના છેવાડા વિસ્તારના ગામડાઓમાં પાણી ના પહોંચવા પાછળ સ્થાનિક રાધનપુર પાણી પુરવઠા વિગભાના અધિકારીઓ જવાબદાર છે કેમ કે અધિકારીઓની રહેમ નજર હેઠળ તેવોની મિલીભગતથી પાણીની મેન પાઇપલાઈનોમાંથી ગેરકાયદેસર, બિનઅધિકૃત રીતે પંચર કરી પાણીની ચોરી કરવામાં આવે છે એવી સાંલપુરના લોદરા ગામના એક જાગ્રૃત નાગરીકે પાણી પુરવઠા મંત્રી અને સચિવ તેમજ પોલિસ અધિક્ષક પાટણ તથા વારાહી પી.એસ.આઈને લેખિતમાં ફરિયાદ કરી છે. વિસ્તારની પ્રજા જેમણે ખોબલે ને ખોબલે મત આપી શંકરસિંહ વાઘેલા, શંકર ચૌધરી, લવેંગજી સોલંકી, અલ્પેશજી ઠાકોર, રઘુભાઈ દેસાઈ જેવા અડીખમ નેતાઓને જીતાડી ગાંધીનગર સુધી તો પોહચાડ્યા પરંતુ લોકોની પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી નેતાઓ જીતી તો ગયા પરંતુ પ્રજાને આપેલા વચનો ભૂલી ગયા હોય તેવુ લાગે છે.

    ત્યારે રાધનપુર અને સાંતલપુર વિસ્તાર પાટણ જિલ્લાનું નાક ગણાય છે ત્યારે રણને અડીને આવેલા પંથકની વેદના કોણ સાંભળશે તે પણ એક મોટો પ્રશ્ર્ન ઊભો થઈ રહ્યો છે.

Download Our B K News Today App



Related News