અમરાઈવાડીમાં ધમધમતા વરલી મટકાના જુગાર પર ઓચિંતી રેડથી અફરાતફરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-09 16:44:50
  • Views : 162
  • Modified Date : 2023-06-09 16:44:50

રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેરમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી), ક્રાઇમ બ્રાંચ તેમજ સ્થાનિક પોલીસ ત્રાટકી રહી છે. બુટલેગર તેમજ જુગારનો અડ્ડો ચલાવતા લોકો પોતાનાં રિસ્ક પર દારૂ અને જુગારના અડ્ડા ચલાવી રહ્યા છે. ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરાઇવાડીમાં ધમધમતા વરલી મટકાના જુગારનો પર્દાફાશ કરીને  નવ લોકોની ધરપકડ કરી છે.  એસએમસીએ મુખ્ય સૂત્રધારની જીપ કમ્પાસ કાર પણ જપ્ત કરીને કુલ ૧૭.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસએમસીની રેડથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે બે લોકો ભાગવામાં સફળ થયા છે. એસએમસીની ટીમને બાતમી મળી હતી કે સચીન રાજપૂત નામનો શખ્સ અમરાઇવાડી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે એસએમસીની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આઠ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પરથી મૂકેશ રમણલાલ પંડ્યા (રહે, ઓઢવ), કમલેશ અંબાલાલ ભટ્ટ (રહે, મેઘાણીનગર), પારસ ખટિક (રહે, અમરાઇવાડી), ભરત પાલ (રહે, ઓઢવ), કિશન સોલંકી (રહે, ઓઢવ), વિજય દેવીપૂજક (રહે, રામોલ), મોહમદ ફારુક અંસારી (રહે, ગોમતીપુર) , આકાશ ચૌહાણ (રહે, અમરાઇવાડી) અને અજય વણજારા (રહે, અમરાઇવાડી) ને ઝડપી પાડ્યા છે. મૂકેશ અને કમલ વરલી મટકાનો આંકડો લખતા હતા જ્યારે બીજા સાત આરોપીઓ પોતાનું નસીબ વરલી મટકાનો જુગાર ચલાવનાર સચીનસિંહ રાજપૂત છે. સચીને જુગારને અડ્ડો શરૂ કરતાં પહેલાં એક ગેંગ બનાવી હતી. જેમાં તેણે તમામને અલગ અલગ કામગીરી આપી દીધી હતી. સચીનની ગેંગમાં રમેશ નામનો યુવક અડ્ડા પર  નોકરી કરતા લોકોનો પગાર ચૂકવે છે. જ્યારે હિતેશ રાઇટર પાસેથી રૂપિયા કલેક્ટ કરવાનું કામ કરે છે.એસએમસીએ રેડ કરી ત્યારે કેટલાક લોકો ત્યાંથી ભાગી ગયા હતા. જેમાં પોલીસના હાથે એક આઇફોન તેમજ બાઇકની ચાવી આવી ગઇ છે. એસએમસીએ કુલ ૧૫ લોકો વિરુદ્ધ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. એસએમસીએ ઘટના સ્થળ પરથી ૧૫ લાખ રૂપિયાની જીપ કમ્પાસ કાર, રિક્ષા, બાઇક તેમજ રોક્ડ સહિત કુલ ૧૭.૪૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અડ્ડાનો મુખ્ય સૂત્રધાર સચીન રાજપૂત એકદમ લક્ઝુરિયસ લાઇફ જીવી રહ્યો છે. થોડા સમયમાં વરલી મટકાના જુગારમાં તેણે લાખો રૂપિયા કમાઇ લીધા છે. જેમાં તેણે જીપ કમ્પાસ કાર પણ ખરીદી લીધી છે. ચોંકાવનારી વાત એ છે કે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં હજુ સુધી સચીન વિરુદ્ધ જુગારનો કેસ દાખલ થયો નથી. 

Download Our B K News Today App



Related News