સરદારકૃષિનગરમાં ચાલતી રાષ્ટ્રીય સેવા યોજના અને કોલેજના ક્લીનીક્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે "વર્લ્ડ વેટરનરી ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-02 12:41:32
  • Views : 252
  • Modified Date : 2022-05-02 12:41:32

સરદારકૃષિનગરમાં ચાલતી રાષ્ટ્રીય સેવા યોજના  અને કોલેજના ક્લીનીક્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે "વર્લ્ડ વેટરનરી ડે ની ઉજવણી કરવામાં આવી હતી

પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય અને પશુપાલન પોલીટેકનીક, કામધેનુ યુનિવર્સીટી, સરદારકૃષિનગર માં ચાલતી રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને કોલેજના ક્લીનીક્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે, "વર્લ્ડ વેટરનરી ડે" ના ઉજવણી નિમિત્તે, દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે તારીખ ૩૦/૦૪/૨૦૨૨ ના રોજ પશુ રોગ નિદાન અને પશુસારવાર કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પ ડો. ડી.વી.જોષી, આચાર્યશ્રી, વેટરનરી કોલેજ, ડો. આર. એમ. પટેલ, ક્લીનીક્સ વિભાગના વડા અને ડો. કે. જે. અંકુયા, આચાર્યશ્રી પોલીટેકનિક કોલેજના માર્ગદર્શન હેઠળ યોજાયો.

ઉપરોક્ત કેમ્પમાં ગાયનેક સંબંધિત ૩૯ કેસ, મેડીસિનના ૧૨ કેસનું પરીક્ષણ અને નિદાન કરવામાં આવ્યું હતું. વધુમાં અલગ અલગ પ્રકારની ૪ સર્જરી કરી પશુઓને પીડા-મુક્ત કરાયા, આમ કુલ ૫૫ પશુઓને આ કેમ્પનો લાભ મળેલ. આ કેમ્પમાં પશુ ચિકિત્સક તરીકે ગાયનેક વિભાગમાંથી ડો. એચ. સી. નખાસી અને ડૉ. રાવજી ચૌધરી, ક્લિનિક્સ વિભાગમાંથી ડો. રોહીત ગોસાઈ, સર્જરી વિભાગમાંથી ડો.અતુલ પટેલ અને ડૉ. જીગ્નેશ પટેલ, મેડીસીન વિભાગમાંથી ડૉ. અભિનવ સુથાર અને ડો.એ. એસ. પ્રજાપતિ તેમજ બંને કોલેજના ૧૦ વિદ્યાર્થીઓએ ઉત્તમ સેવા પૂરી પાડી હતી. ગામ લોકોએ વેટરનરી કોલેજના આ કાર્યને બિરદાવ્યું હતું.

 

વેટરનરી કોલેજના આચાર્યશ્રી ડૉ. ડી. વી. જોષીએ  "વર્લ્ડ વેટરનરી ડે" નિમિત્તે, પશુ ચિકિત્સાને આધુનિક તકનિકીનો ઉપયોગ કરી, આ સેવાને વેગવંતી બનાવવા કટીબદ્ધતા બતાવી હતી. ઓઢવા ગામ વતી, ગામના આગેવાન એવા શ્રી ઈશ્વરભાઈ ભૂતડીયા એ ગામમાં પશુપાલનને વેગ મળે તેમજ પશુપાલન નફાકારક બને એ હેતુથી કેમ્પ આયોજનમાં સહયોગ આપેલ. ડો. હર્ષદ.એ.પટેલ (NSS પોગ્રામ ઓફિસર, પશુપાલન પોલીટેકનીક) અને ડો. જગદીશ ડી. ચૌધરી (NSS પોગ્રામ ઓફિસર, વેટરનરી કોલેજ) એ આ સમગ્ર કેમ્પનું યોજનાબદ્ધ આયોજન કરી, કેમ્પને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News