વર્લ્ડ ટુર વિથ પાયોનિયર કિડ્‌ઝ સમર કેમ્પનો ઉદધાટન પ્રસંગ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 11:28:53
  • Views : 427
  • Modified Date : 2019-05-07 11:28:53

પાયોનિયર કિડ્‌ઝની ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૂ થતી નવીન શાખા જે શ્લોક પરિસર ફલેટની સામે, ટી.બી.ત્રણ રસ્તા, પાટણમાં આવેલી છે. તેમાં ગતરોજથી એક સપ્તાહ માટે ૩ વર્ષ ૧૧ વર્ષના નાના ભૂલકાંઓ માટે સમર કેમ્પનું આયોજન કરેલ છે. જેના ઉદધાટન પ્રસંગે નોર્થ ગુજરાત એજયુકેશન કેમ્પના ડાયરેકટર જે.એચ.પંચોલી સર ,જાણીતા  ઈ.એન.ટી સર્જન ડો.પ્રણત મજમુદાર તેમજ હેમાંગીબેન પટેલ  (સી.આર.સી) ના હસ્તે આ સમર કેમ્પ ખુલ્લો મુકાયો હતો.  સમર કેમ્પમાં ‘‘વર્લ્ડ ટુર’’ની થીમ દ્વારા બધા અલગ-અલગ દેશોની માહિતી બાળકોને આપવામાં આવી હતી. બાળકોના પાસપોર્ટ તૈયાર કરી આપવામાં આવ્યા હતા. બાળકોને સાઉથ આફ્રિકા, ચીન, દુબઈ, ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવા દેશોની મુલાકાત કરાવી હતી. એક સપ્તાહ સુધી જે તે દેશની ભાષા, ખોરાક, ત્યાંના જાવાલાયક પ્રસિધ્ધ સ્થળો તથા જે તે દેશના ડાન્સ શીખવવામાં આવશે, જેના વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરરોજ આગામી સાત દિવસ માટે અલગ-અગલ પ્રકારની એકટીવિટી જેવી કે હોર્સ રાઈડીંગ, સ્પોકન ઈંÂગ્લશ, કેલીગ્રાફી, રાયફલ શુટિંગ, ડાન્સ, કરાટે (સેલ્ફ ડિફેન્સ) વગેરે જેવી એકટીવિટી બાળકોને કરાવવામાં આવશે.આ પ્રસંગે પાયોનિયર કિડ્‌ઝના ચેરમેન કે.સી. પટેલ, ટ્રસ્ટી,વિવેક પટેલ, તથા મયુર પટેલ વગેરે ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યાે હતો. 


Download Our B K News Today App



Related News