ડીસામાં ૩૧મી મે વિશ્વ ટોબેકો ડે નિમિત્તે ચિત્ર પ્રદર્શન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 12:02:58
  • Views : 449
  • Modified Date : 2019-06-01 12:02:58

વિશ્વમાં વ્યસનોનો વ્યાપ વધી ગયો છે.યુવાનો તમાકું, દારૂ, ડ્રગ્સ,પાન-મસાલા,ગુટખા અને ક્યાંક ગ્રામ્ય કક્ષાએ અફીણના વ્યસની માણસોને ભયંકર રોગીષ્ટ થઇને બરબાદ થતાં જાવા મળે છે અને સ્ત્રીઓમાં પણ વ્યસનોનો વ્યાપ વધી ગયો છે. આવા વ્યસનોથી મુકત થવા જાગૃતિ લાવવા ડીસાના કલાસૃષ્ટિ ફાઉન્ડેશનના પ્રણેતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ચિત્રશિક્ષક ચંદુભાઇ એ.ટી.ડી અથાક પ્રયત્ન કરી રહ્યા છે. છેલ્લાં એક અઠવાડીયાથી તેમના નિવાસસ્થાને ચિત્રકલામાં રસ લેતા વિદ્યાર્થીઓને તાલીમ આપીને વ્યસનમુક્તિ માટેનાં ચિત્રોનું સર્જન કરવા પ્રેરણા આપી હતી. તેના પરિપાક રૂપે લગભગ રપ સ્પર્ધકોએ પોતાનાં ચિત્રો પ્રદર્શીત કરીને વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો હતો. આવા સુંદર કાર્યક્રમમાં સિધ્ધ હસ્ત ચિત્ર શિક્ષક નાથાલાલ બ્રહ્મક્ષત્રિય તથા હિતેશભાઈ જાદવ તથા જગદીશભાઈ વાઘેલા અને શૈલેષભાઈ દરજી છગનભાઈ સોની તથા નરેશભાઈ લુહાર જેવા મિત્રોએ મદદ કરી હતી. આ કાર્યક્રમમાં સહયોગી સૌજન્ય દાતા. ઉડેચા ભોજરાજભાઈ લવજીમલ પરિવાર હસ્તે કમલેશભાઈ ઉડેચા તથા નરેશભાઈ ઉડેચાનું મોમેન્ટો, પુષ્પગુચ્છ તથા સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.  ચિત્રકાર નાથાલાલ બ્રહ્મક્ષત્રિય તરફથી તથા સંજયભાઈ ગોહિલ તરફથી સ્પર્ધકોને આશ્વાસન ઈનામ તરીકે બોલપેન આપી પ્રોત્સાહિત કર્યા હતા. ર્ડા.ભરતભાઈ જીવસણી, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય તથા પ્રહલાદભાઈ ઠક્કરે (સહયોગ સેવા ટ્રસ્ટ) નિર્ણાયક તરીકેની સેવા આપી હતી. પ્રથમ નંબરે વિપુલકુમાર બળવંતજી, દ્રિતીય નંબર ઠક્કર માહી  દીલીપભાઈ તથા તૃતીય નંબર લુહાર નરેશ બાબુલાલ ઘોષિત થયા હતા. તેમજ ઠક્કર યુગ રાજેશકુમાર તથા પટેલ ખંતને આશ્વાસન  ઈનામો તથા સન્માનપત્ર આપી વિષેષ સન્માન કર્યા હતા. આ પ્રસંગે ડીસાના સેવાભાવી કાર્યકર જયંતિભાઈ ઠક્કર (ઓઢાવાળા), પ્રહલાદભાઈ ઠક્કર (સહયોગ સેવા ટ્રસ્ટ), રાજેશભાઈ ત્રિવેદી (ભારત વિકાસ પરિષદ), ભરતભાઈ ભાગ્યશાળી, લલીતભાઈ દોશી, (લોકપ્રિય) લાયન્સ મોન્ટુભાઈ શાહ, રેડકોર્સ અરૂણભાઈ કડેલ તથા આર.ડી.ઠક્કર (જલારામ યુવા સંગઠન) તથા કે.આર.ગઢવી (પોગ્રામ ઓફિસર નવજીવન વ્યસનમુક્તિ કેન્દ્ર પાલનપુર) લક્ષ્મણભાઈ જાદવ, ડાહ્યાભાઈ જાષી તથા કલામાં રસલેતા અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમના આયોજકને ધન્યવાદ આપ્યા હતા.  પ્રેસ મીડિયાએ તમામ કાર્યક્રમને લાઈવ પ્રસારણ માટે સહયોગ આપ્યો તે બદલ આયોજકોએ તમામ પ્રેસ રીપોર્ટર્સ મિત્રો તથા સાંઈબાબા મંદિરના ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


Download Our B K News Today App



Related News