વિશ્વ તમાકુ નિષેધ દિવસ : ડીસાના તાલુકા હેલ્થ કચેરી દ્વારા ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 11:22:19
  • Views : 254
  • Modified Date : 2022-06-01 11:22:19

 

ડીસા તાલુકા હેલ્થ કચેરી દ્વારા તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીસા તાલુકા હેલ્થ કચેરી થી ફુવારા સર્કલ સુધી રેલી યોજી તમામ લોકોને તમાકુ નિષેધ ની જાગૃતિ આપવામાં આવી હતી.

 

 

૩૧મેં એટલે વિશ્વ તમાકુ દિવસ તરીકે ઉજવવા આવે છે. આજના દિવસે સમગ્ર વિશ્વભરમાં લોકો તમાકુ નિષેધ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને આજે સમગ્ર વિશ્વભરમાં લાખો લોકો દર વર્ષે કેન્સરના કારણે મોતને ભેટી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કેન્સરના કારણે દર્દીઓના મોત ની સંખ્યામાં ઘટાડો થાય તે માટે દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ ની ઉજવણી કરવામાં આવે છે આજના દિવસે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકો વ્યસનથી દૂર રહે તે માટે જાગૃતિ આપવામાં આવે છે જે અંતર્ગત ડીસા માં પણ આજે તાલુકા  હેલ્થ વિભાગ દ્વારા તમાકુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તમાકુ થી થતા કેન્સર જીવલેણ બની શકે છે તે માટે લોકો ને માહિતગાર કરી તમાકુ થી દુર રહેવા માટે અપીલ કરી હતી. સી ડી એચ તેમજ તાલુકા અધિકારી ડીસા ની સૂચના અન્વયે ડીસા તાલુકા હેલ્થ કચેરી દ્વારા તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામા આવી હતી જેમાં ડીસા તાલુકા ના તમામ ૧૩ પી એચ સી અને બે અર્બન માં અલગ અલગ જગ્યાએ ગ્રૂપ મિટિંગ અને જૂથ ચર્ચા કરી લોકો ને તમાકુ ના વ્યસન ના કારણે  થતી શારીરિક તકલીફો અને આર્થિક નુકશાન વિસે સમજ આપવામાં આવી હતી તેમજ તાલુકા આરોગ્ય કચેરી ના કર્મચારીઓ આશાવર્કર બહેનો દ્વારા બગીચા થી ફુવારા સર્કલ સુધી રેલી યોજી વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે તમાકુ થી દુર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડીસા આરોગ્ય વિભાગની ટીમ હાજર રહે લોકોને તમાકુથી દૂર રહેવા અપીલ કરી હતી

Download Our B K News Today App



Related News