વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ હવે બનશે ક્રિએટિવ સિટી!
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-06-08 16:56:52
- Views : 156
- Modified Date : 2023-06-08 16:56:52
વિશ્વભરનાં સ્થાપત્ય, કળા, ડિઝાઇન, ફિલ્મ, સાહિત્ય, સંગીત વગેરેના વારસાને ન ફક્ત જાળવી રાખવા, પરંતુ આ અમૂલ્ય ધરોહરથી સમગ્ર પ્રજા વાકેફ થાય તે માટે યુનેસ્કો સતત પ્રયત્નશીલ છે. યુનેસ્કો દ્વારા છેક ૨૦૦૪માં યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક (યુસીસીએન) જાહેર કરાયું હતું, જેમાં દુનિયાનાં શહેરોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને પર્યાવરણને લગતી બાબતોને વધુ વિકસિત કરવા પર ભાર મુકાયો છે. ભારતનાં મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ જેવાં કેટલાંક શહેર યુનેસ્કોની ક્રિએટિવ સિટીઝમાં સ્થાન પામી ચૂક્યાં છે અને હવે આપણા અમદાવાદે આ ગૌરવ પ્રાપ્ત કરવા માટે આગેકૂચ કરવા લીધી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ દ્વારા ડિઝાઇન ક્ષેત્રે અમદાવાદને ક્રિએટિવ સિટીની નવી યશકલગી યુનેસ્કો તરફથી મળે તેવા પ્રયાસો આરંભાયા છે.અગાઉ યુનેસ્કો દ્વારા ૨૦૧૧માં આપણા અમદાવાદનો વર્લ્ડ હેરિટેજની ટેન્ટેટિવ કેટેગરીમાં સમાવેશ કરાયો હતો. લગભગ છ વર્ષ સુધી યુનેસ્કો અને કેન્દ્ર સરકાર વચ્ચે જરૂરી માહિતીનું આદાન-પ્રદાન કરાયા બાદ મ્યુનિ. સત્તાધીશોએ દિલ્હી, મુંબઈ જેવાં શહેરોની તીવ્ર હરીફાઈ વચ્ચે શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ગત તા. ૮ જુલાઈ, ૨૦૧૭એ યુનેસ્કોએ ભારતના સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર તરીકે અમદાવાદની જાહેરાત કરતાં હવે યુનેસ્કોએ ક્રિએટિવ સિટીઝ નેટવર્ક હેઠળ સાત ક્ષેત્રને નિર્ધારિત કર્યાં છે. આ સાત ક્ષેત્રમાં ક્રાફ્ટ્સ અને ફોલ્ક આર્ટ, ડિઝાઇન, ફિલ્મ, વાનગી, સાહિત્ય, મીડિયા આર્ટ્સ અને સંગીતનો સમાવેશ કર્યો છે. આ સાત ક્ષેત્રો પૈકી કેટલાંક ક્ષેત્રોમાં ભારતનાં જયપુર, હૈદરાબાદ, મુંબઈ, ગ્વાલિયર, ઓરછા, લખનૌ અને ચેન્નઈ જેવાં શહેર સ્ક્રીનિંગ સિટી જાહેર થઈ ચૂક્યાં છે તેમ મ્યુનિ. હેરિટેજ વિભાગના વડા આશિષ ત્રંબાડિયા કહે છે.જયપુરને ક્રાફ્ટ અને ફોલ્ક આર્ટ, મુંબઈને ફિલ્મ અને હૈદરાબાદને વાનગી ક્ષેત્રમાં ક્રિએટિવ સિટીનું ગૌરવ મળ્યું હોવાનું જણાવતાં મ્યુનિ. હેરિટેજ વિભાગના વડા આશિષ ત્રંબાડિયા વધુમાં કહે છે કે આપણા અમદાવાદને ડિઝાઇન ક્ષેત્રમાં યુનેસ્કો ક્રિએટિવ સિટી જાહેર કરે તેવા તંત્રના પ્રયાસો છે. અમદાવાદમાં ડિઝાઇન એજ્યુકેશનની સૌથી પહેલી સંસ્થા એનઆઇડી ઉપરાંત સેપ્ટ, નિરમા અને જીએલએસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ ડિઝાઇન ક્ષેત્રમાં અમદાવાદના યોગદાન અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સહયોગ કરશે. શહેરમાં અનેક પ્રકારનાં ઇન્ડો-ઇસ્લામિક આર્કિટેક્ચર છે, જેમાં જુમ્મા મસ્જિદ, ભદ્રનો કિલ્લો, શહેરના ઐતિહાસિક દરવાજા, ઝૂલતા મિનારા અને પાંચકૂવા પાસે આવેલી અમૃતવર્ષિણી વાવ વગેરેનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત અમૃતવર્ષિણી વાવ ૪૦૦ વર્ષ જૂની છે એટલે અમદાવાદ જૂના અને નવા ડિઝાઇનના ક્ષેત્રમાં ખૂબ આગળ પડતું છે. આ બાબતનો લાભ લઈ યુનેસ્કો સમક્ષ ડિઝાઇન ક્ષેત્રે અમદાવાદને ક્રિએટિવ સિટીનો દરજ્જો રાજ્ય સરકારે અમદાવાદને ક્રિએટિવ સિટીનો દરજ્જો યુનેસ્કો તરફથી મળે તે માટે આ મહિનામાં મ્યુનિ. હરિટેજ વિભાગને લેખિત પત્ર પાઠવીને તેનો આગ્રહ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે તંત્ર પણ નવી યશકલગી મળે તે માટે આતુર બન્યું છે.વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે જેવી રીતે ડોઝિયર તૈયાર કરાયું હતું તે જ પ્રમાણે તંત્ર ડોઝિયર તૈયાર કરીને તેમાં મોગલકાળ સમયના સુપ્રસિદ્ધ ઝવેરી શાંતિદાસના ઉલ્લેખ સહિતની બાબતોનો સમાવેશ કરશે અને તેને કેન્દ્ર સરકાર મારફતે યુનેસ્કોમાં પાઠવશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 87
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 86
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 160
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 220
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 214
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 117
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 121
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 93
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 100
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 94
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 85
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 81
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 178
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 83
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 101
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 110
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 97
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 91
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 83
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 95
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 91
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 94
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 99
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 91
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 84
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 95
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 96
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 86
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 86
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 86
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 74
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 88
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 134
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 71
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 81
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 88
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 69
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 152
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 72
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 64
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 69
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 67
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 74
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 90



