વિશ્વ આરોગ્ય દિવસ ની અનોખી ઉજવણી કરતી પાલનપુર ની જીવલક્ષ્મી સંસ્થા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 11:37:39
  • Views : 584
  • Modified Date : 2019-04-07 11:50:56

વિશ્વઆરોગ્ય દિવસ ની અનોખી ઉજવણી કરતી પાલનપુર ની જીવલક્ષ્મી સંસ્થા. જીલ્લાના એચ. આઈ. વી. ગ્રસ્ત વિધાર્થીઓ અને વાલીઓ સાથે વિશ્વ આરોગ્યદિન ની ઉજવણી કરી ને બાળકો ને જીં ગ્રસ્ત વિધાર્થીઓ અને વાલીઓ સાથે વિશ્વ આરોગ્યદિન ની ઉજવણી કરી ને બાળકો ને જીંદગી જીવવાની હુંફ આપી. પાલનપુર ખાતે સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી જીવલક્ષ્મી ફાઉન્ડેશન નામની સંસ્થા દ્રારા વિશ્વઆરોગ્ય દિવસ ની ઉજવણી પાલનપુર સિવીલ ખાતે કરવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જીલ્લાના એચ. આઈ. વી. ગ્રસ્ત વિધાર્થીઓ અને તેમના વાલીઓ જોડે એચઆઈવી જેવી બિમારી સાથે જીવતા લોકોને કેટલા પડકાર હોવા છતાં સામાન્ય વ્યક્તિ ની જેમ જીવી શકે એ માટે પ્રેરણાત્મક કિસ્સાઓ ની ચર્ચા કરી એમનું મનોબળ મક્કમ કરવા નો પ્રયત્ન કર્યો. તથા આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં હેલ્ધી ખોરાક અને ઓનટાઈમ દવાઓ લઈ સ્વસ્થતા કેળવવાની ચર્ચા કરી. ભણતર નું મહત્વ સમજાવ્યું. ડ્રોપ આઉટ નું રિજોઈનીંગ થાય એ માટે કન્વીન્સ કર્યા. 'દિકરા ને ભણાવશું પણ દિકરી ભલે બકરા ચારતી' ની મેન્ટાલીટી ધરાવતા એક પિતા સાથે વાકયુધ્ધ ના અંતે દિકરી ને પણ ભણાવવા ની બાંહેધરી લીધી. અને વિધાર્થીઓને અભ્યાસને લગતી સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી અને બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News