વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે દિવ્યાંગ સપ્તાહ ઉજવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 14:04:38
  • Views : 378
  • Modified Date : 2019-12-05 14:04:38

વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે પાલનપુરની મમતામંદિર શાળામાં વિકલાંગ સપ્તાહનો મંગળવારથી પ્રારંભ કરાયો હતો. જે કાર્યક્રમની કલેક્ટરે લીલીઝંડી આપી પ્રસ્થાન કર્યું હતું.જેમાં પ્રથમ દિવસે જિલ્લાના વિકલાંગ બાળકોની રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર વિવિધ બેનરો સાથે ફરી વિકલાંગોમા રહેલી શક્તિઓને પારખવાની હાકલ કરી હતી. જે વિકલાંગ સપ્તાહની ઉજવણી દરમિયાન વિકલાંગ માટે મેડિકલ કેમ્પ, ખેલકુદ, હરિફાઈ સહિતના વિકલાંગની શક્તિઓને બહાર લાવી શકાય તેવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. તેમજ આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, ગુજરાતી ફિલ્મ કલાકાર અબ્દુલ ઝબ્બાર,જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મનીષભાઈ જોષી,જીલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો.નરેશભાઈ મેનાત,મમતા મંદીરના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ ડાયરેક્ટર અતિનભાઈ જોશી ઉપસ્થિત  રહ્યા હતા.

Download Our B K News Today App



Related News