ડીસા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-05 13:39:03
  • Views : 243
  • Modified Date : 2022-02-05 13:39:03

ડીસા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસને સમગ્ર વિશ્વમાં લોકો  વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરે છે. જેથી લોકોને કેન્સર અને આ સ્થિતિ સાથે સંકળાયેલા દર્દીઓને જાગૃત કરવામાં આવે. યુનિયન ઓફ ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ એ વિશ્વ કેન્સર દિવસને “વૈશ્વિક એકતા પહેલ” તરીકે જાહેર કર્યો છે. તેનો અર્થ એ છે કે સમગ્ર વિશ્વમાં વ્યક્તિઓને એકસાથે નિદાન, રોગની વહેલી ઓળખ, સંભાળ અને રોગ સામે લડવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત આ વર્ષે 4 ફેબ્રુઆરીના દિવસને ક્લોઝ ધ કેર ગેપ થીમ પર ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત આજે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પણ ક્રિષ્ના  ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.વર્ષ 2022 અને 24ની થીમ ક્લોઝ ધ કેર ગેપ અંતર્ગત કેન્સરના દર્દીઓની કેવી રીતે કેર કરવી તેની માહિતી આપવામાં આવી હતી. અને કેન્સરની બીમારીથી પીડાતા દર્દીઓને પ્રોત્સાહન આપવા માટે આજના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આ કાર્યક્રમમાં ડીસા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ રવિ રાજ પુરોહિત ડો મયુરભાઈ મારા પર કેન્સર દિવસ વિશે સચોટ માહિતી પુરી પાડવામાં આવી હતી. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ સહિત સિવિલ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Download Our B K News Today App



Related News