વર્લ્ડ બેંકની ટીમ આવશે સુરતની મુલાકાતે, રિવ્યુ પછી તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે આપશે 1400 કરોડ રૂપિયાની લોન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-02 13:49:15
  • Views : 232
  • Modified Date : 2022-05-02 13:49:15

વર્લ્ડ બેંકની ટીમ આવશે સુરતની મુલાકાતે, રિવ્યુ પછી તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે આપશે 1400 કરોડ રૂપિયાની લોન

 

સુરતમાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંકની ટીમ સુરત આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્લ્ડ બેંક પાસે 1400 કરોડની લોન લેવાની છે જેને લઇને  વર્લ્ડ બેંકની ટીમ કોઝ-વેથી કઠોર સુધી તાપી નદીનું નિરીક્ષણ કરવા માટે સુરત આવશે. મહત્વનું છે કે વિશ્વ બેંકની ટીમ પાલિકાના વિવિધ પ્રોજેકટોનું રિવ્યૂ કરશે અને પાલિકાની નાણાકીય સ્થિતિનો ત્યાગ મેળવશે ત્યારબાદ લોન મંજૂર કરશે.

9મેથી 14ના રોજ આવશે સુરત
 
મહત્વનું છે કે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કુલ 4 હજાર કરોડનો છે.  4 હજાર કરોડમાંથી પ્રથમ ફેઝમાં કોઝવેથી કઠોર સુધી તાપી નદીના બંને છેવાડે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરાશે. પહેલા ફેઝ માટે 1હજાર 991 કરોડનો ખર્ચ થશે. જે માટે સુરત મનપાએ વર્લ્ડ બેંક પાસેથી 1400 કરોડની લોન લેશે.  જો કે લોન મંજૂર થાય તે પહેલા વર્લ્ડ બેંકની ટીમ 9મેથી 14મેના રોજ સુરતમાં આવશે .  વિશ્વ બેન્ક નાં 23 પ્રતિનિધિમાંથી 12 પ્રતિનિધીઓ સુરત આવશે.

પ્રથમ ફેઝ બનાવવા માટે લેશે લોન

તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ ફેઝ બનાવવા માટે કુલ 1991નો ખર્ચ થનાર છે. જેમાંથી 1400 કરોડની લોન વર્લ્ડ બેંક પાસેથી લેવામાં આવશે જ્યારે બાકીના ખર્ચ રાજ્ય સરકાર અને સુરત મનપા ભોગવશે. મહત્વનું છે કે  ફેઝ-૧માં સિંગણપોર વિયરથી કઠોર બ્રીજ સુધી તાપી નદીના બંને કાંઠા માટે રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટનું આયોજન છે.

 

Download Our B K News Today App



Related News