યુનિવર્સિટી ખાતે ગુજરાત યુવા બોર્ડ દ્વારા યુવા નીતિ ૨૦૬૦ વર્કશોપ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-11 13:41:45
  • Views : 375
  • Modified Date : 2019-12-11 13:41:45


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં મંગળવારના રોજ રાજ્યના યુવા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૬૦ માં  રાજ્યને   સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય તેની ઉજવણીના ભાગરૂપે યુવા નીતિ ૨૦૬૦ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં યુવાનોને ભવિષ્યમાં કેવા પ્રકારની રોજગારીની તકો ઉપલબ્ધ કરાવી શકાય અને તે માટે કઈ-કઈ યોજનાઓ કરી શકાય તેના માટે યુવાનો પાસે તેમના પ્રતિભાવો મેળવવા માટે યુવા નીતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે “યુવાનીતિ ૨૦૬૦ “અંતર્ગત એક વર્કશોપનું આયોજન કરાયું હતું. રાજય સરકાર દ્વારા સંકલિત યુવા સ્વયસેવક નેટવર્ક દ્વારા સરકારી યોજનાઓ અને સેવાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું કામ યુવક મંડળ બોર્ડ કરે છે. ત્યારે આગામી ૨૦૬૦માં ગુજરાતને ૧૦૦ વર્ષ પૂર્ણ થનાર છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં યુવાનોના અભિપ્રાય જાણવા આ કાર્યક્રમનું આયોજન સમગ્ર રાજ્યમાં થનાર છે. પાટણ ખાતેથી તેની શરૂઆત કરાઇ છે. પાટણ જિલ્લાની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોના વિચારો જાણ્યા હતા.રાજ્ય સંયોજક બિપિનભાઈ ઓઝાએ સમગ્ર પ્રોજેકટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજયને આગામી ૨૦૬૦ માં ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. દેશમાં ગુજરાત વિકાસના પાઠ પર આગળ વધી રહ્યુ છે. ત્યારે ગુજરાતની પ્રગતિ આ ૧૦૦ વર્ષ પૂર્ણ થાય ત્યારે સર્વોચ્ચ શિખરે પહોંચે, તે માટે યુવા વિદ્યાર્થીઓના સૂચનો જાણવા પણ જરૂરી છે. ખાસ કરીને રોજગારી કઈ રીતે મળે ? રાષ્ટ્રના ઉત્થાન માટે યુવાનોની ભૂમિકા, નીચલા અને કચડાયેલા વર્ગો માટે યુવાઓ મદદરૂપ બને અને રાષ્ટ્રના ઉત્થાન માટે કેવી રીતના


Download Our B K News Today App



Related News