ભાવનગરના શિહોરમાં આંગડિયા પેઢીના કર્મીઓ લૂંટાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-22 15:12:43
  • Views : 104
  • Modified Date : 2023-07-22 15:12:43

ભાવનગરના શિહોરમાં  આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે. શિહોર બસ સ્ટેન્ડ નજીક બંદૂકની અણીએ અંદાજે રોકડ અને હીરા સહિત રૂ. 1 કરોડની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.મળતી માહિતી અનુસાર ઢસાથી બાઇક લઈને આર.મહેન્દ્ર નામની આંગડિયા પેઢીના બે કર્મીઓ શિહોર આવી રહ્યા હતા. આ દરમિયાન શિહોર બસ સ્ટેન્ડ નજીક લૂંટારૂઓએ એક કર્મીનું અપહરણ કરીને કર્મીઓનું બાઇક લઇને ફરાર થયા હતા.રોકડ અને હીરા સહિત અંદાજીત એક કરોડની લૂંટનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. ફરાર થયેલી બાઇક ચોગઠ નજીકથી મળી આવી છે. ભાવનગર SOG, LCB સહિતના પોલીસ કાફલાએ લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News