ડીસામાં આવેલ ઉત્તર ગુજરાતના સૌથી લાંબા એલિવેટર ઓવરબ્રીજનું કામ અંતિમ ચરણે : આજથી ટ્રાયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-03 12:55:59
  • Views : 439
  • Modified Date : 2021-06-03 12:55:59

     ડીસા શહેરમાં ટ્રાફિક ને લઈને મોટી સમસ્યા સર્જાતી હતી જેના પગલે અવાર-નવાર લોકો દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી કે ડીસા હાઈવે પર ઓવરબ્રિજ ફાળવવામાં આવે અનેક રજૂઆતો બાદ આ ઓવર બ્રિજ પાસ થયો હતો.ત્યારબાદ તેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંદાજિત અઢી વર્ષ ઉપર આ બ્રિજનું કામકાજ ચાલ્યું હતું અને હાલમાં કામકાજ અંતિમ ચરણો માં આવતા. ઉત્તર ગુજરાતના આ સૌથી લાંબા એલિવેટર ઓવરબ્રિજનું આજરોજ ટ્રાયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી એન્જીનીયરો ના કહેવા મુજબ અંદાજિત આ ટ્રાયલ ડ્રાઇવિ બેથી ત્રણ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે જેનાથી ઓવર બ્રીજ ની કામગીરી ની ચકાસણી થઈ જાય હાલમાં બનાસ નદીના પુલ બાજુએ છે પાલનપુર જવા માટેનો એક સાઇડનો ઓવરબ્રિજ અવર-જવર માટે શરૂ કરવામાં આવ્યો હતો.

     ઉત્તર ગુજરાતના સૌથી લાંબા એલિવેટર ઓવર બ્રીજનું કામ અંતિમ ચરણે આવતા આજથી ટ્રાયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. એન એચ.આઈ દ્વારા હાલમાં ડીસાના બનાસ નદીના પુલ બાજુએથી પાલનપુર જવામાટે એક તરફનો બ્રિજ નો રસ્તો ટ્રાયલ બેઝ માટે શરૂ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News