વડગામથી છાપી હાઇવેના કામમાં લાલિયાવાડી એક વર્ષથી રોડનું કામ ખોરંભે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 11:01:24
  • Views : 421
  • Modified Date : 2019-06-12 11:01:24

વડગામ થી છાપી હાઇવેના કામમાં લાલિયાવાડી  છે અને છેલ્લા એક વર્ષથીરોડનું કામ ખોરંભે પડ્‌યું છે. તેનું કારણ એ છે મગરવાડા નજીક કોન્ટ્રાક્ટરે નાળાની દિશા બદલી નાંખતા ચોમાસામાં પાણી ખેડૂતના ખેતરમાં એ રીતે બનાવ્યું છે. જેને લઇ ખેડૂતે ઉચ્ચ કક્ષાએ અને કોર્ટમાં રજૂઆત કરી છે. કોન્ટ્રાકટરની ભૂલના કારણે રોડનું કામ અધૂરું રહેતા કેટલાય અકસ્માતો સર્જાયા છે. છતાં રોડ ખાતાના અધિકારીઓ હજુ કુંભકર્ણની નિંદ્રામાં છે.  વડગામથી છાપી હાઇવેનું કામ  એક વર્ષ અગાઉ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જમો કેટલી જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ કરવામાં આવ્યું છે. પણ છેલ્લાં એક વરસથી આ કામ ખોરંભે પડ્‌યું છે. જેનું કારણ એ છે કે કોન્ટ્રાક્ટરે મગરવાડા નજીક જે નાળુ જે દિશામાં બનાવવું જોઈએ તેની જગ્યાએ નાળાની દિશા બદલી નાંખી બનાવ્યું છે. જેના લીધે ચોમાસુનું પાણી જે વહેણમાં જવું જોઈએ તેની જગ્યાએ ખેડૂતના ખેતરમાં જાય એ રીતે બનાવ્યું છે. જે લઈ ખેડૂતે ઈશ્વરભાઈ પરમારે રોડનું કામ અટકાવી રોડ ખાતાની કચેરીથી લઇ ઉચ્ચ કક્ષાએ અને કોર્ટમાં રોડના એન્જિનિયર અને કોન્ટ્રાકટર વિરુધ્ધ રજૂઆત કરી ફરીથી નાળુ તોડી નકશામાં બતાવેલ પ્રમાણે સાચી દિશામાં નવું નાળુ બનાવવા માંગ પણ કરી છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડનું અને વિવિધ જગ્યાએ નાળા બનાવવામાં આવ્યા તેમાં પણ હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપર્યુ છે. જેને લીધે ખાડા પડી ગયા છે.અને છેલ્લાં એક વર્ષથી કોન્ટ્રાકટરના કારણે રોડનું કામ અધૂરું છોડી દેતા કેટલાય અકસ્માતો સર્જાયા છે. છતાં રોડ ખાતાના જવાબદાર અધિકારીઓ હજી કુંભકરણની નિંદ્રામાં સુતા હોય એવું લાગી રહ્યું છે. તો હાલમાં સામે ચોમાસુ બેસવાની ઘડીઓ વાગી રહી છે. ત્યારે આ રોડ પર જીપ ચલાવતા મગરવાડાના વતની મહેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે હાઇવેનું કામ કોન્ટ્રાક્ટરે એક વર્ષથી અધૂરું મૂક્યું છે અને રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે.  ખાડા પડી ગયા છે. ત્યારે આ રોડ ખાતાના જવાબદાર અધિકારીઓ અને એન્જીનીયરી પોતાને શું જવાબદારી નિભાવી તે પણ એક પ્રશ્ન છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને આવા કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લઇ રૂપિયાની રિકવરી કરી કરવી જોઈએ અને તાત્કાલિક ચોમાસા પહેલા વડગામથી છાપી રોડ ફરીથી નવો બની જાય તેવી તાત્કાલિક કલેકટર અને ડીડીઓ વ્યવસ્થા કરવી જોઈએ.


Download Our B K News Today App



Related News