મહિલાઓને પ્રાકૃતિક ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગની તાલીમ અપાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-07 15:20:42
  • Views : 117
  • Modified Date : 2024-02-07 15:20:42

અમદાવાદ: બજેટ 2024-25માં નાણામંત્રી નિર્મલા સીતારમણે લખપતિ દીદી યોજનાને લઈને મોટી જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત મહિલાઓને મોટા પાયે સશક્ત બનાવવાનો ઠરાવ કરાયો છે. વર્ષ 2024માં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે. જેને લઈને હવે મહિલાઓને ડ્રોન ઉડાવવાની તાલીમ અપાઈ રહી છે.અમદાવાદના ધોળકાના કેલિયા વાસણા ગામે પ્રાકૃતિક ખેતી પર કેન્દ્રિત ફિલ્ડ દિવસની ઉજવણી કરાઈ. જે કાર્યક્રમમાં મહિલાઓને ખેતરમાં ડ્રોન દ્વારા દવા અને ખાતરનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી હતી. 75 મહિલા આગેવાનોને પ્રાકૃતિક ખેતી અને ડ્રોન સખીની તાલીમ અપાઈ. પ્રાકૃતિક ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોનો સમય બચાવી શકાય તે માટે માહિતી અપાઈ હતી. આ સાથે પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી પર કેન્દ્રિત ફિલ્ડ દિવસનું આયોજન કરાયું હતું .જેમાં ડ્રોનલેબ ટેક્નોલોજીના નિષ્ણાતોએ ટેક્નોલોજીના ઉપયોગનું નિદર્શન કર્યું હતું. જેમાં મહિલા આગેવાનોએ ભાગ લીધો હતો.

Download Our B K News Today App



Related News