થરાદના શિવનગર વિસ્તારમાં દારૂનું વેચાણ પર પ્રતિબંધ મૂકવા મહિલાઓ DYSP કચેરી આગળ ધરણા પર બેઠી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-30 11:35:43
  • Views : 787
  • Modified Date : 2022-07-30 11:35:43


બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદના શિવનગર વિસ્તારમાં દારૂનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે થરાદના શિવનગરની મહિલાઓ આજે થરાદના DYSP પૂજા યાદવની કચેરી આગળ ધરણા પર બેસી દારૂ બંધ કરાવવા માટે ઉપગ્રહમાંગ કરી હતી.


બનાસકાંઠા જિલ્લામાં દારૂનું ધૂમ વેચાણ


બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂની બુટલેગરો દ્વારા હેરાફેરી કરવામાં આવે છે રાત્રિના સમયે બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખી અવનવા કીમિયાઓ અપનાવી દારૂની બનાસકાંઠા જિલ્લામાંથી ગુજરાત રાજ્યના અનેક તાલુકાઓમાં મોકલવામાં આવે છે તો તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ અનેક જગ્યાઓ પર દેશી દારૂ ના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે પોલીસની નજર હેઠળ અસંખ્ય દેશી અડ્ડાઓ ચાલી રહ્યા છે જેના કારણે સ્થાનિક લોકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે બાબતે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ દેશી દારૂના અડ્ડા ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે હાલમાં સરહદે વિસ્તારના તાલુકાના લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે.


થરાદમાં મહિલાઓએ દારૂ બંધ કરાવવા વિરોધ દર્શાવ્યો


 તાજેતરમાં બોટાદ ખાતે થયેલા દારૂના લઠ્ઠાકાંડમાં અનેક લોકો મોતને ભેટ્યા છે દેશી દારૂ માંથી બનેલી ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે બોટાદ ખાતે સર્જાયેલા લઠ્ઠા કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં દેશી દારૂ પર પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદે વિસ્તારોમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે દેશી દારૂથી લોકોના મોત નીપજી રહ્યા છે. ત્યારે હવે પોતાના પરિવારની ચિંતા ને લઇ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની મહિલાઓ આગળ આવી રહી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદ તાલુકાના શિવનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે શિવ નગર વિસ્તારની મહિલાઓમાં ભારે રોજ જોવા મળી રહે છે તંત્રને દારૂ બંધ કરાવવા માટે અનેક વાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતા શિવ નગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે આજે દેશી દારૂ ના અડ્ડાઓ બંધ કરાવવા માટે થરાદ શિવ નગરની મહિલાઓ રેલી સ્વરૂપે થરાદ DYSP કચેરી ખાતે પહોંચી હતી જ્યાં કચેરી આગળ તમામ મહિલાઓ ધરણા પર બેસી ગઈ હતી અને થરાદ તાલુકા અને શહેરી વિસ્તારમાં દેશી દારૂ બંધ કરાવવાની માંગ સાથે સૂત્રોચાર કર્યા હતા જે બાદ મહિલાઓએ થરાદ DYSP પૂજા યાદવ ને મહિલાઓ દ્વારા આવેદનપત્ર આપી થરાદ તાલુકા અને શહેરી વિસ્તારમાં તાત્કાલિક ધોરણે દેશી દારૂ વેચતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમની અટકાયત કરવામાં આવે તેવી માંગ કરી હતી.


Download Our B K News Today App



Related News