ધાનેરામાં નારી સંમેલન કાર્યક્રમ પૂર્વ રાષ્ટ્રીય આયોગ મહિલા સદસ્ય રાજુલબેન દેસાઈ ની અધ્યક્ષસ્તામાં માં નારી સંમેલન કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-03 11:52:37
  • Views : 288
  • Modified Date : 2022-08-03 11:52:37

 

ધાનેરા ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બનાશકાંઠા જિલ્લા પંચાયત ના સંયુક્ત થી મહિલા સંમેલન કાર્યકર્મ નું આયોજન કરવા માં આવ્યું આ કાર્યક્રમ માં ઉપસ્થિત રાજુલ બેન દેસાઈ તથા આશાબેન પટેલ થતા વસંતભાઈ પુરોહિત તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ મીનાક્ષી બેન તેમજ આઈ સી ડી એસ ઘટક શાખા ના અધિકારી શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ જોસનાબેન ત્રિવેદી. તથા હોદેદારો અને મોટી સંખ્યા માં મહિલા ની ઉપસ્થિત માં મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો આ મહિલા સંમેલન કાર્યક્રમ માં મહિલા ઓ ને આગળ આવામાં માટે અને મહિલાઓ ને વધુ ભણવા માટે ની વાત કરવામાં આવી હતી અને વધુ માં મહિલા ઓ ને સરકાર દ્વારા કઈ યોજના ઓ છે અને કેવી રીતે આ યોજના નો ઉપયોગ કરી શકાય તે માટે ની તમામ પ્રકાર ની સહાય ની વિગત વાર માહિતી રમીલાબેન રાઠોડે માહિતી આપી હતી અને દહેજ કે ઘરેલુ હિંસા બાબતે પણ માહિતી આપી હતી જયારે ડોક્ટર સોનાલી બેને મહિલાઓ ના સ્વાસ્થ્ય ને લઈ સમજણ આપી હતી મીનાક્ષી બેને પણ સરકારની યોજના ઓ ની સમજણ આપી..હતી તયારે ડોક્ટર રાજુલ બેન દેસાઈ એ નારી શક્તિ માટે ની ખુબ સરસ સમજણ આપી હતી.. નાની નાની બાબતો ને લઈ અને ઘર પરિવાર માં કઈ રીતે રહેવું તેની પણ ખુબજ સરસ સમજણ આપી હતી મેરી બેટી મેરા અભિમાન અને સોસીયલ મીડિયા ને લગતી પણ સમજણ આપી હતી આમ મહિલા ઓ ને લગતી તમામ પ્રકાર ની સમજણ આપવામાં આવી હતી

Download Our B K News Today App



Related News