આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પાલનપુરમાં મહિલાઓએ વિરોધ નોંધાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-09 11:21:37
  • Views : 245
  • Modified Date : 2022-03-09 11:21:37



આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે આજે પાલનપુરમાં મહિલા સશક્તિકરણના મુદ્દે આશા વર્કર અને આશા ફેસેલીટરનું શોષણ કરવા મૂદે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો.

 

8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર ભારતભરમાં વિવિધ ક્ષેત્રે મહિલાઓએ સારી કામગીરી બજાવતા તેમનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી હતી. જેમાં મહિલા શક્તિ સેનાની મહિલાઓ આજે વિવિધ મુદ્દાઓને લઇ પાલનપુર કલેકટર કચેરીએ પહોંચી હતી જ્યાં છેલ્લા ઘણા સમયથી મહિલા સશક્તિકરણના મુદ્દે આશા વર્કર અને આશા ફેસેલીટરના મુદ્દે મહિલાઓ સાથે શોષણ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આજે હજારો આશાવર્કર બહેનો તેમજ આશા ફેસેલિટર બહેનોને શોષણથી મુક્ત કરી બંધારણીય અધિકારોનું પાલન કરવું તેમજ વર્ગ ચાલુ રેગ્યુલર બાઈક ઉભુ કરીને તેમને કાયમી કર્મચારી કરવામાં આવે શોસણ પ્રથા બંધ કરીને આશાવર્કર તેમ જ આશા ફેસેલીટર બહેનોને સાતમા પગાર પંચ મુજબ લઘુતમ વેતન પ્રમાણે પગાર આપવામાં આવે પ્રસુતિના સમયગાળા દરમિયાન આશા વર્કર અને આશા ફેસેલિટર બહેનોને  ફિક્સ પગાર આપવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા આઉટશોસિંગ પ્રથામાં કામ કરતી હજારો મહિલાઓને અન્ય સરકારી મહિલા કર્મચારીઓ ની જેમ 180 દિવસની પગાર સહિતની મેટરનીટી લીવ આપવામાં આવે. 45 વર્ષ કરતાં વધારે ઉંમર ધરાવતા આશા વર્કરો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને પણ પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે જેવા અનેક મુદ્દાઓને લઈને આજે આ તમામ મહિલાઓએ જિલ્લા કલેકટર કચેરી આગળ સૂત્રોરચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી સમયમાં જો મહિલાઓને માંગ નહીં શીખવાડવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી

Download Our B K News Today App



Related News