પાણી માટેનાં જળ આંદોલનમાં હવે જોડાશે મહિલા ખેડૂતો 125 ગામની મહિલા ખેડૂતો વડાપ્રધાન ને પોસ્ટકાર્ડ લખી કરશે પાણીની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-17 11:14:12
  • Views : 250
  • Modified Date : 2022-06-17 11:14:12

 

19 તારીખે 125 ગામની મહિલાઓ 50 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી પાણી માટેની કરશે માંગ.

 

કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા માટે ખેડૂતોનું કળસ પૂજન રેલી અને દીપ પ્રાગટ્ય બાદ હવે પત્ર લખી પાણીની માંગ સાથે મહિલાઓ 50 હજાર પોસ્ટ કાર્ડ લખી પ્રધાન મંત્રીને પોતાની વ્યથા જણાવશે..19 તારીખના દિવસે 125 ગામડાઓમાં મહિલાઓ પોસ્ટ કાર્ડ લખી પાણી માટે માંગ કરશે અને જો સરકાર ખેડૂતો નીં માંગ પૂરી નહિ કરે તો આગામી સમયમાં 50 હજારથી વધુ મહિલાઓની રેલી યોજાવાની શક્યતા પણ દેખાઈ રહી છે..

જોકે અંગે એમ એમ ગઢવી જણાવ્યું હતું કે ખેડૂત મિત્રો કરમાવત અને મુક્તેશ્વરમાં નર્મદાના પાણી નાખવા માટેનું જળ આંદોલન ચલાવે છે..પાલનપુરમા મહા રેલીનું આયોજન કર્યું વિશે મુખ્યમંત્રીને પણ મળ્યા હતા અને એમના તરફથી નર્મદાના નિર કરમાવત અને મુક્તેશ્વરમા નાખવા માટે આયોજન કરેલું છે બાબતની અવગત કરેલા ત્યારબાદ જિલ્લા કલેક્ટર ને મળેલા અને જિલ્લા કલેક્ટર પણ પાણી નાખવા માટે આશ્વાસન આપેલું છે..ત્યારબાદ પણ જળ આંદોલન ચાલી રહ્યું છે અને તેનો અવાજ ગાંધીનગર સુધી પહોંચ્યો છે.. ત્યારે બાબતે તારીખ 19 ના રોજ 125 ગામની બહેનોની માન મર્યાદા જળવાઈ સરકાર મુક્તેશ્વર અને કરમાવદમા પાણી આપે તે માટે બહેનો ઉજાગર થઈ છે અને બહેનોનું કહેવું એમ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખી તેમને બાબતથી અવગત કરાવશો..125 ગામની સમગ્ર બહેનો નરેન્દ્ર મોદીને પોતાના હસ્તાક્ષરમાં કાગળ લખી 125 ગામની બહેનોની વેદના જણાવશે તે દિવસે સમગ્ર 125 ગામની અંદર બહેનો એકત્રિત થશે અને દરેકે દરેક ગામમાંથી પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનને બાબતે અવગત કરશે

Download Our B K News Today App



Related News