ઢોર પકડવા જતા કર્મચારીઓ સાથે મહિલાઓએ કરી ઝપાઝપી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-20 15:27:57
  • Views : 82
  • Modified Date : 2023-10-20 15:27:57

રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે કોર્પોરેશનની ટીમ કાર્યવાહી કરી રહી છે. જો કે ઘણી જગ્યાએ ઢોર પકડતી ટીમ અને પશુ માલિકો સાથે ઝપાઝપીની ઘટના પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. કે જ્યાં ઢોર પકડતી ટીમ અને ઢોર માલિકો વચ્ચે રીતસરની ઝપાઝપી થઇ ગઇ હતી. આ ઘટના ગાયત્રીનગરની હોવાનું સામે આવ્યુ છે.જેનો વીડિયો પણ સામે આવ્યો છે.ઘટનાની વાત કરીએ તો ઢોર માલિકોએ ઘરની બહાર જ પશુઓ બાંધી દીધા હતા.તે સમયે જ કોર્પોરેશનની ઢોર પકડતી ટીમ પહોંચી ગઈ હતી અને પશુઓને પૂરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન કેટલીક મહિલાઓ આવી અને પહેલા તો બોલાચાલી શરૂ કરી દીધી હતી. એટલું જ નહિં ઢોર પકડતી ટીમ ન માની તો, તેમની પર હુમલો કરી દીધો.અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને હુમલો કરનાર પશુ માલિકોને હટાવ્યા હતા. પશુ માલિકોએ ઉલટો અધિકારીઓ પર આક્ષેપ કર્યો છે કે અધિકારીઓએ ગેરવર્તણૂક કરી હતી.તો અધિકારીઓએ આક્ષેપને ફગાવી દીધા છે.તેમણે કહ્યુ કે પશુ માલિકોએ પશુને બહાર ખુલ્લામાં બાંધી રાખ્યા હતા. જે કાયદાના વિરૂદ્ધમાં છે. તેથી તેમણે કાર્યવાહી કરી હતી.અને કેટલીક મહિલાઓએ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

Download Our B K News Today App



Related News