‘મારો પતિ રોજ દારૂ પી મને માર મારતો, નણંદ છૂટાછેડા માટે પતિને ચઢામણી કરતી’ રાજકોટમાં સરકારી સ્કૂલમાં નોકરી કરતી શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 13:23:59
  • Views : 289
  • Modified Date : 2021-01-17 13:23:59

    રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતી અને સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતી મહિલા પાયલે (નામ બદલાવેલ છે) રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને નણંદ વિરૂદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પાયલે જણાવ્યું છે કે, મારો પતિ રોજ દારૂ પીને ઘરે આવતો હતો છે. બાદમાં અપશબ્દો બોલી મને માર મારતો હતો. તેમજ મારી નણંદ મારા પતિને ચડાવતી હતી. પોલીસે શિક્ષિકાના પતિ અને નણંદ વિરૂદ્ધ આઇપીસી કલમ 498(ક), 323, 504, 114 તથા દહેજ ધારા 3, 4 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    પોલીસ ફરિયાદમાં પાયલે જણાવ્યું છે કે, મેં બી.એ. સુધી અભ્યાસ કર્યો છે. 1 ફેબ્રુઆરી 2014માં મારા લગ્ન મગન (નામ બદાવેલ છે) સાથે થયા હતા. અમારો ઘર સંસાર ચાર વર્ષ સુધી સારી રીતે ચાલ્યો હતો. બાદમાં મારા પતિને દારૂ પીવાની ટેવ પડી ગઈ હતી. રોજ દારૂ પીને ઘરે આવી મને અપશબ્દો બોલે અને માર મારતો હતો. મારા પિતા, ભાઇ અને બહેન વિશે મનફાવે તેમ બોલતા હતા. તેમજ અવારનવાર ગાડી લેવી હોવાથી તારા પપ્પાની જમીનમાં ભાગ લઇ આવ તેમ કહી દહેજની માગણી કરતા હતા.

    નણંદ ભાવના (નામ બદલાવેલ છે) હાલ સાસરે છે. જ્યારે પારિવારીક પ્રસંગ હોય ત્યારે તેઓ અમારા ઘરે આવે ત્યારે મારા પતિને છૂટાછેડા લેવા માટે ચડાવે છે. તેમજ મારા પતિને કહે કે તારી પત્નીનો પૈસાનું લાલચુ છે, ગામને બતાવા ધામધૂમથી લગ્ન કર્યા છે. તારૂ મકાન તારી પાસેથી પડાવી લેશે. તું તારી પત્નીને છૂટાછેડા આપી દે. હું તને બીજી ગોતી દઇશ એવું મારા પતિને કહી ચડામણી કરે છે. તેમજ મારી નણંદ ફોનમાં મને અવારનાવર ધમકી આપે છે.

    ચાર મહિના પહેલા મારા પતિએ મને માર માર્યો ત્યારે મેં મારા ભાઇને ફોન કર્યો હતો. આથી મારા ભાઇએ મારો જીવ બચાવવા 181માં ફોન કર્યો હતો. 181ની મદદથી મારો જીવ બચી ગયો હતો અને મારા પતિને લઇ જઇ 24 કલાક જેલમાં રાખ્યા હતા. ત્યારબાદ હું મારા ભાઇ સાથે પિયર રહેવા આવતી રહી છું. મારા પતિ અને નણંદે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાથી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


Download Our B K News Today App



Related News