ગતરોજ કેનાલમાં ઝંપલાવેલી મહિલાનો મૃતદેહ‌ ૨૭ કલાકની શોધખોળ બાદ મળ્યો : પોલીસે વધુ તપાશ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-14 10:46:28
  • Views : 322
  • Modified Date : 2022-05-14 10:46:28

ગતરોજ કેનાલમાં ઝંપલાવેલી મહિલાનો મૃતદેહ‌ ૨૭ કલાકની શોધખોળ બાદ મળ્યો : પોલીસે વધુ તપાશ હાથ ધરી

 સરહદી વિસ્તારની નર્મદા કેનાલ મોતની કેનાલ બની ગયી છે..ગતરોજ એક મહિલાએ નાના બાળક સાથે મોતની છલાંગ લગાવી હતી જેમાં અજાણી મહિલાએ મોતની છલાંગ લગાવતા કેનાલ પર પસાર થતા રાહદારીની નજર પડી હતી જેમાં રાહદારીઓએ બચાવવાની કોશિશ કરી પંરતુ પ્રયત્નો વેડફાઈ ગયા હતા જ્યાં એક રાહદારી દ્વારા થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતાં નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી..પોલીસને ઘટનાસ્થળેથી એક સાદો મોબાઈલ અને દુપટ્ટો મળ્યો હતો..જેમાં દિકરાનો મૃતદેહ જમડા કેનાલ પાસેથી મળ્યા બાદ માતાનો મૃતદેહ પંદર કિલોમીટર દૂર વામી સાઈફન માંથી મળી આવ્યો હતો જેમાં મહિલાનું નામ કેશરીબેન મીરખાન ભાઈ વાદી જાણવા મળેલ છે..જેની ઉમર વર્ષ આશરે 30 વર્ષ જાણવા મળેલું છે..જે કેનાલમાં તેના દિકરા સંજય સાથે ઝંપલાવ્યું હતું એ મહિલા બે બાળકોની માતા હોવાનું જાણવા મળ્યું છે..ગતરોજ જે બાળકનું મૃતદેહ મળ્યું હતું ત્યારે પોલીસ રૂબરૂ આવી કાર્યવાહી હાથ ધરી હતી.. ત્યારે રાહદારીઓને આજે બાળકની માતાનો મૃતદેહ દેખાતા ફાયર સ્ટેશનના ઓફિસર વિરમભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વામી પાસે આવેલા સાઈફન પાસે દોડી આવ્યા હતા..તેમજ બાળકોની માતા એ શા માટે કેનાલ માં ઝંપલાવ્યું ? એવી શું મજબૂર બની હશે ? તે દિશામાં તપાશ હાથ ધરી હતી.. જ્યારે બાળક સાથે એક માતાએ પોતાનું જીવન કેમ સંકેલ્યુ તેનુ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી 

Download Our B K News Today App



Related News