છોટાઉદેપુરના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ, મહિલા ઈજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-01 15:54:51
  • Views : 65
  • Modified Date : 2024-06-01 15:54:51

 છોટા ઉદેપુર પંથકમાં ફાયરિંગની ઘટના બની છે. છોટાઉદેપુરના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બની હતી. સાંકળ ગામે વરઘોડામાં દેશી તમંચા વડે ફાયરિંગ કર્યુ હતુ. અચાનક તમંચાથી ફાયરિંગ કરતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. જો કે પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.ઈજાગ્રસ્ત મહિલા શાંતુ રાઠવાને સારવાર અર્થે ખસેડાયા છે. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરતા ક્વાંટ પોલીસે ફાયરિંગ કરનાર પ્રવિણ રાઠવાની અટકાયત કરી અને તપાસ હાથ ધરી છે. પરંતુ સવાલએ થઈ રહ્યાં છે કે લગ્ન પ્રસંગે તમંચો ક્યાંથી આવ્યો.

Download Our B K News Today App



Related News