અમરાઈવાડીમાં એ.એમ.ટી.એસ. ડ્રાઈવર-કન્ડક્ટર પોલીસ સ્ટેશન ભાગ્યાં, બસે મહિલાને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત, ભેગા થયેલા ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-24 11:25:49
  • Views : 332
  • Modified Date : 2020-10-24 11:25:49

  શહેરના અમરાઈવાડી મેટ્રો રેલ પોજેકટ પાસે ન્યુ કોટન ચાર રસ્તા પર એ.એમ.ટી.એસ.ની બસે એક અજાણી મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ઘટના બાદ લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસને જાણ થતા એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના બાદ ડ્રાઈવ અને કન્ડક્ટર તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી.

  અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ એ.એમ.ટી.એસ.ના કાચ પર પથ્થરો માર્યા હતાબસના ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે, જ્યારે બસ લાલદરવાજા તરફ જઈ રહી હતી ત્યારે એક સિનિયર સિટીઝન મહિલા અચાનક આજુબાજુ જોયા વગર રોડ ક્રોસ કરી રહી હતી. જે જોઈ મેં બ્રેક મારી હતી પરંતુ કમનશીબે મહિલાની બસના આગળની સાઈટ આવી ગઈ હતી. બસના આગળના ટાયર નીચે આવી જતા મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ બસમાં સવાર અન્ય મુસાફરો પણ ઉતરી ભાગ દોડ કરવા લાગ્યા હતા. પોલીસ ઘટના સ્થળે આવી લોકોના ટોળા દૂર કરી મહિલાના મૃતદેહને હોસ્પિટલ મોકલ્યો હતો.    

Download Our B K News Today App



Related News