ચોરીના દાગીના સાથે મહિલા ઝડપાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-27 16:22:47
  • Views : 68
  • Modified Date : 2024-01-27 16:22:47

તસ્કરોના ત્રાસને લઈ અરવલ્લી જિલ્લામાં સ્થાનિકો પરેશાન બન્યા છે. સ્થાનિકોમાં વધતી જતી ચોરીઓને લઈ ચિંતા વ્યાપેલી છે. આ માટે માલપુરના મંગલપુરના સ્થાનિકો દ્વારા જિલ્લા ક્લેકટર અને પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપ્યુ હતુ. આ દરમિયાન મોડાસા એલસીબીએ બાતમી આધારે એક મહિલાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધી છે. પોલીસ માટે હાલમાં તસ્કરીના બનાવો પડકારજનક બન્યા છે. ચોરીના ભેદ ઉકેલવા જરુરી બની ચુક્યા છે. આ માટે તસ્કરોને ઝડપી લેવા માટે ટીમોને સાબદી કરવામાં આવી છે. આ દરમિયાન એક ઘરફોડ ચોરીનો બનાવ ઉકેલાતા રાહત સર્જાઈ છે. જોકે પોલીસે હજુ વધુ ચોરીઓના ભેદ ઉકેલવાના બાકી છે.મોડાસા એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોવા દરમિયાન જ એક બાતમી મળી હતી. બાતમીનુસાર એક મહિલા ચોરીના દાગીના અને તેની સાથે રહેલ સોના અને ચાંદીને પણ વેચવા માટે મોડાસા શહેરમાં જઈ રહી છે. જેને લઈ ડુઘરવાડા ચોકડી પાસે પોલીસે બાતમી અને તેના વર્ણન મુજબની મહિલાને શોધવા માટે પ્રયાસ શરુ કર્યો હતો.આ દરમિયાન જ બાતમી મુજબની મહિલા નજર આવતા તેને ડુગરવાડા ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવી હતી. એલસીબીની ટીમે મહિલાને ઝડપી લઈને તલાશી લેવામાં આવી હતી. મહિલા પોલીસ દ્વારા તલાશી લેવામાં આવતા મહિલાએ પોતાના પાયજામામાં ચોર ખીસ્સુ બનાવેલ હતુ. જેમાં સંતાડેલ દાગીના અને ધાતુ મળી આવી હતી.આરોપી મહિલા સીમા પરવીન નસીમભાઈ શેખે પાંચેક માસ અગાઉ માલપુરમાં ચોરી આચરી હોવાની કબૂલાત કરી હતી. તેણે બતાવ્યુ હતું કે, માલપુરના દરબારગઢ વિસ્તારમાં એક સોસાયટીના બંધ મકાનની બારીમાં મૂકેલ ચાવી મળી આવતા ચોરી આચરી હતી. ઘરમાં ઘૂસીને તેણે ઘરમાંથી ચોરી આચરી હતી.

Download Our B K News Today App



Related News