સરકારી સહાય ન મળતાં થરાદ ગૌશાળાના સંચાલકો મતદાન મથક પર ગાયો દોડાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-14 11:43:59
  • Views : 368
  • Modified Date : 2020-09-14 11:43:59

      થરાદમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક પર ગાયોને દોડાવાશે તેમ ગૌરક્ષા કમાન્ડો ફોર્સ ગુજરાતન પ્રભારી સંજય જોષીએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી ટાણે સરકારે ગાયોના મુદ્દાઓ ઉઠાવી સત્તા હાંસલ કરી છે. જો સરકાર ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોની રજૂઆત નહીં ગણકારે તો આગામી ચૂંટણીમાં આજના દિવસો યાદ કરાવીશું અને સરકારના જ્યાં પણ કાર્યક્રમો યોજાશે ત્યાં મોટી સંખ્યામાં ગૌવંશ સાથે લઈને જઈશું.ડીસા સહિત બનાસકાંઠાની ગૌશાળાના સંચાલકોને ઘાસચારાના વેપારીઓએ લેખિતમાં કડક ઉઘરાણી કરતા સંચાલકોની ચિંતામાં વધારો થયો છે. દાનની આવક બંધ થતાં સંસ્થાઓ દેવાદાર બની ચૂકી છે. આટલી કપરી સ્થિતિ હોવા છતાં પણ સરકાર તરફથી સહાય અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, સરકાર દ્વારા ચૂંટણી ટાણે ગાયોના નામે વોટ લેવાય છે તેમજ ચૂંટણી ટાણે પૂરતો ઘાસચારો અપાય છે. રાજસ્થાન સરકાર ગૌશાળા-પાંજરાપોળને સહાય આપી રહી છે તેવી રીતે ગુજરાત સરકારે પણ નિર્ણય લેવો જોઈએ.

Download Our B K News Today App



Related News