લગ્ન નક્કી થયાના 7 મહિનામાં જ સંસારમાં મન ના લાગતાં યુવકે જૈન ધર્મની દીક્ષા ધારણ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 11:19:45
  • Views : 277
  • Modified Date : 2020-12-11 11:19:45

પાવાગઢના ચિંતામણી પારસનાથ તીર્થમાં તા.10 ડિસેમ્બરના રોજ વલ્લભસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધૂરંધરસૂરિ સાહેબ તેમજ અન્ય સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં દીક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં લગ્ન લેવાયા છતાં સંસારમાં મન ન લાગતાં 28 વર્ષિય અનિલ રાઠવા સંસાર છોડી અક્ષય રત્ન બન્યાં હતાં. જૈન અગ્રણી દિપક જૈને વધુમાં જણાવ્યું હતું કે,મૂળ છોટાઉદેપુરના અસાર ગામના અનિલકુમાર ફુલજીભાઈ રાઠવા (ઉ.વ.28)એ છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલમાં ધો.10 સુધી અભ્યાસ કર્યો છે. બાદ તેઓ રાજકોટમાં સીટ કવર બનાવતી કંપનીમાં નોકરી કરતા હતા. તેમના પરિવારમાં જૈન ધર્મ પળાતો નથી. પરિવારમાં આ પહેલી દિક્ષા છે.

અનિલ રાઠવાએ જણાવ્યું કે, તેઓ ધોરણ 4 અને 5માં અભ્યાસ કરતા હતા ત્યારે સંખેડા પાસે આવેલા ગાજીપુરા આશ્રમમાં ઘણા બધા જૈન સાધુ-સાધ્વીજીઓ આવતા તેમની મુલાકાત થતી ત્યારથી જૈન ધર્મ ગમવા લાગ્યો હતો. બીજી તરફ અનિલે જૈન પાઠશાળામાં ધાર્મિક પરીક્ષા આપતા અને તેમાં તેઓ અવ્વલ નંબરે પાસ થતા હતાં. દરમિયાન અનિલના વિવાહ કવાંટના રોડદા ગામે થયા હતા. ગોળધાણા વેચાઈ ગયા બાદ મે-2020માં લગ્ન નક્કી થયા હતા. લગ્નનો તમામ સામાન આવી ગયો હતો. પરંતુ આ સમય દરમિયાન તેમને સંસારમાં રસ ના રહ્યો. જે અંગે પરિવારમાં વાત કરતાં પિતાએ વિરોધ કરી બાવા બની જવા ઉશ્કેરાટમાં જણાવ્યું હતું. પરંતુ અનિલને તો જૈન ધર્મ ગમી ગયો હતો અને દીક્ષા લેવાનું મન મનાવી લીધું હતું.

Download Our B K News Today App



Related News