બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો થતાં ધંધા-રોજગાર ફરીથી શરૂ કરવા વેપારીઓએ આપ્યું આવેદનપત્ર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-21 12:36:27
  • Views : 312
  • Modified Date : 2021-05-21 12:36:27

     બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કોરોનાવાયરસ ની મહામારી ના કારણે તમામ ધંધા-રોજગાર બંધ થઈ ગયા હતા ખાસ કરીને છેલ્લા બે વર્ષથી કોરોનાવાયરસ ની મહામારી ના કારણે બનાસકાંઠા જીલ્લાની પરિસ્થિતિ વિકટ થતી જાય છે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં સતત વધતા જતા કોરોના વાઇરસના કેસ ના કારણે રોજે રોજ મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ સામે આવતા હતા જેના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને આ પરિસ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ કરી સ્વેચ્છિક lockdown જાહેર કર્યું હતું છેલ્લા બે વર્ષથી સતત લગ્નની સિઝનમાં કોરોનાવાયરસ કેસ વધુ પડતાં સામે આવતા વેપારીઓને પોતાના ધંધા-રોજગાર બંધ કરવાની ફરજ પડે છે અને જેના કારણે છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લાનું અર્થતંત્ર ખોરવાઈ જવા પામી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે કોરોનાવાયરસ ને મહામારીમાં બનાસકાંઠા જિલ્લાના તમામ વેપારીઓને પરિસ્થિતિ બગડી જવા પામી છે.

     રાજ્ય સહિત બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા એક માસથી કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતા બજારો બંધ છે. જેના કારણે મોટાભાગના વેપારીઓ ધંધા-રોજગાર થી અળગા છે. બીજી તરફ સરકાર દ્વારા જાહેર થતાં આંકડા અને હોસ્પિટલની સ્થિતિ પરથી પણ જાણી શકાય છે કે હવે કોરોના સંક્રમણ ઘટયું છે. તેના કારણે વેપારીઓ સરકાર પાસે ધંધા રોજગાર ફરી કાર્યરત થાય તે માટેની માંગ કરી રહ્યા છે. છેલ્લા એક માસથી ધંધા-રોજગાર બંધ હોવાથી વેપારીઓને લોનના હપ્તા થી લઈ કર્મચારીઓના પગાર સુધી કરવામાં મુશ્કેલી બની છે. અત્યારે વેપારીઓની માગણી છે કે જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે તો સરકાર વેપારીઓને વેપાર કરવાની પણ પરવાનગી આપે. જે બાબતે આજે ડીસા ના તમામ વેપારીઓ એકત્રિત થઈ ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનપત્રમાં વેપારીઓએ માંગ કરી હતી કે છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે કોરોનાવાયરસ ની મહામારીમાં વેપારીઓએ સાથ-સહકાર આપી પોતાના ધંધા-રોજગાર બંધ કર્યા હતા ત્યારે હવે મોટાભાગના વેપારીઓ છેલ્લા ઘણા સમયથી ધંધા-રોજગાર બંધ હોવાના કારણે બેરોજગાર બન્યા છે ત્યારે હવે સતત કોરોનાવાયરસ ના કેસ માં ઘટાડો થતા તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા વેપારીઓને ધંધા-રોજગાર કરવા છૂટ આપે તેવી માંગ કરવામાં આવી હતી.

    બીજી તરફ કોરોના સંક્રમણ ના આંકડા ની વાત કરવામાં આવે તો જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણ ના બે આંકડામાં આવી ગયા છે. અગાઉ 250 થી 300 જેટલા દર્દીઓ કોરોના પોઝીટીવ આવતા હતાં. જે ઘટીને હવે 90 થી 70 સુધી આવતા થયા છે. જીલ્લા આરોગ્ય અધિકારી પણ કોરોનાનું સંક્રમણ ઘટતાં હોવાની વાત સ્વીકારી રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News