દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડતા ની સાથે જ ફરી એકવાર પાંચ વર્ષ બાદ બનાસ નદી સજીવન બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-25 11:23:09
  • Views : 493
  • Modified Date : 2022-08-25 11:23:09


ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે બનાસ નદીમાં ભારે પાણીની આવક થઈ હતી જેથી સતત વધતા પાણીની આવક ના કારણે દાંતીવાડા ડેમમાં જળ સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો સતત વધતા જળ સપાટીના પગલે બપોરના સમયે દાંતીવાડા ડેમમાંથી ડેમના એક બાદ એક ત્રણ દરવાજા ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું પાંચ વર્ષ બાદ પ્રથમ વાર દાંતીવાડા ડેમ છલોછલ ભરાતા બનાસકાંઠા જિલ્લા અને પાટણના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકામાં પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા હતા જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું હતું ત્યારે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડતા ની સાથે જ ફરી એકવાર પાંચ વર્ષ બાદ બનાસ નદી સજીવન બની હતી જેના કારણે ડીસા તાલુકાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી દાંતીવાડા ડેમમાં પાણી ભરવા બાબતે અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે કુદરતે ખેડૂતોની વાત સાંભળી હોય તેમ આ વર્ષે ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે દાંતીવાડા ડેમ 600 ફૂટ ભરાઈ જતા આજે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યો હતો જેના કારણે ફરી એકવાર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી

Download Our B K News Today App



Related News