બનાસકાંઠામાં શિયાળાની શરૂઆત સાથે કેનાલમાં ગાબડાં પડવાની પણ શરૂઆત : રાછેણા માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડતાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-23 11:38:40
  • Views : 395
  • Modified Date : 2021-10-23 11:38:40

બનાસકાંઠાના સૂકા ભટ્ટ સરહદી વિસ્તારોમાં કેનાલમાં પાણી છોડવાની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે સાથે કેનાલમાં ગાબડા પડવાનો પણ શુભારંભ થયો છે વાવ પાસે આજે ફરી એક વાર કેનાલમાં ગાબડું પડતાં કેનાલ નું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું દર વર્ષે જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલો કાગળના પત્તાની જેમ તૂટી જાય છે આજે પણ કેનાલમાં પાણી છોડતા ની સાથે વાવ પાસે આવેલ રાછેણા માઇનોર કેનાલમાં 15 ફૂટ નું ગાબડુ પડ્યું હતું. ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં કેનાલ નું પાણી ફરી વળ્યું હતું અને લાખો લીટર પાણી નો વેડફાટ થયો હતો ...આજુબાજુના ખેડૂતો નું માનીએ તો આજ જગ્યાએ ગત વર્ષે પણ કેનાલમાં ગાબડું પડ્યું હતું અને વર્ષે ફરી એકવાર કેનાલ ની સફાઈ ના અભાવે પાણી છોડતા ગાબડું પડ્યું છે. અધિકારીઓની બેદરકારીને કારણે વારંવાર કેનાલમાં ગાબડા પડી ગયા છે અને ખેડૂતોને તેનું નુકસાન વેઠવું પડે છે તો આવી બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગણી છે.

Download Our B K News Today App



Related News