MPના કપલે દુનિયાની સૌથી મોંઘી કેરીનાં આંબાનું રક્ષણ કરવા 4 ગાર્ડ અને 6 ડોગ્સ રાખ્યા, કિલો કેરીની કિંમત 2.5 લાખ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-18 13:34:56
  • Views : 660
  • Modified Date : 2021-06-18 13:34:56

    ઉનાળો આવતાની સાથે કેરીની સીઝન ચાલુ થઈ થાય છે. કેરીના રસિયાઓ આ સીઝનમાં મન ભરીને કેરી ખાય છે. શું તમે 2.70 લાખ રૂપિયાની કિલો કેરી મિયાઝાકી વિશે સાંભળ્યું છે? જી હા, 22,500 રૂપિયાની એક કેરી. મધ્ય પ્રદેશના કપલે તેમના બગીચામાં આ જાપાનનાં મિયાઝાકી શહેરની કેરી વાવી છે. બે આંબાનું રક્ષણ કરવા માટે તેમણે ચાર ગાર્ડ અને 6 ડોગ્સને ઊભા રાખ્યા છે. ગયા વર્ષે ચોર તેમના આંબા પરથી કેરી ચોરીને લઇ ગયા હતા આથી તેમણે આ વખતે આ આઈડિયા વિચાર્યો.

    જબલપુરમાં રાની અને તેના પતિ સંકલ્પ પરિહરે આ મૂલ્યવાન કેરીના આંબાનું વાવેતર કર્યું છે. આ કેરીની છાલનો રંગ કેસરી નહીં પણ જાંબુડિયો હોય છે. દુનિયાની સૌથી મોંઘી કેરીમાં મિયાઝાકીનું નામ પહેલું આવે છે. આ કેરીને એગ્સ ઓફ ધ સન પણ કહેવાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગયા વર્ષે ઇન્ટરનેશનલ માર્કેટમાં આ કેરી 2.70 લાખ પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. મધ્ય પ્રદેશનાં કપલે બે આંબા અને તેના પર આવેલી 7 કેરીનું રક્ષણ કરવા ગાર્ડ રાખ્યા છે.

    આ રેર વેરાયટીની કેરી વાવવા વિશે સંકલ્પ પરિહરે કહ્યું, એકવાર હું ટ્રેનમાં ચેન્નાઈથી થોડા છોડ ખરીદવા જઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યા ભાઈએ મને એક રોપ આપ્યો અને મને તે રોપને વાવવા અને તેનું જતન એક બાળકની જેમ કરવા કહ્યું. આ રોપ મિયાઝાકી કેરીનો છે તે મને ખબર જ નહોતી. કઈ વેરાયટીની કેરીનો આ છોડ છે તે જાણ્યા વગર જ અમે તેની દેખભાળ કરી. પછી અમને ખબર પડી કે આ તો મિયાઝાકી કેરી છે. મેં કેરીને મારી મમ્મીનું નામ ‘દામિની’ આપ્યું છે. દુનિયા માટે ભલે તે મિયાઝાકી મેંગો હોય પણ મારા માટે તો તે દામિની જ છે અને રહેશે.સંકલ્પની પત્ની રાનીએ કહ્યું, દેશ-દુનિયાના ઘણા લોકો અમને આ કેરી ખરીદવા માટે ફોન કરી રહ્યા છે. હાલમાં એક મુંબઈના જ્વેલરી એક કેરીનાં 21 હજાર રૂપિયા આપવા તૈયાર થઈ ગયા હતા. પણ અમે ના પાડી. આંબા પર આ કેરી વ્યવસ્થિત રીતે પાકે નહીં ત્યાં સુધી અમે તેને કોઈ પણ ગ્રાહકને નહીં વેચીએ.

  • - આ કેરી જાપાનનાં મિયાઝાકી શહેરમાં થાય છે.
  • - એક કેરીનું વજન 350 ગ્રામ હોય છે અને નોર્મલ મેંગો કરતાં મિયાઝાકીમાં 15% વધારે સુગર હોય છે.
  • - આ કેરી એન્ટિઓક્સિડન્ટસ અને બેટા-કેરોટિન, ફોલિક એસિડથી ભરપૂર હોય છે. આંખની તકલીફ ધરાવતા લોકો માટે આ ફાયદાકારક છે.
  • - એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન આ કેરી ઊગે છે.

Download Our B K News Today App



Related News