ઉનાળાની શરૂઆત થતાં ડીસામાં સમર્પણ ગ્રુપ દ્વારા મામલતદાર કચેરી પાસે રાહદારીઓ માટે પીવાના પાણીની પરબ ખુલ્લી મુકાઇ હતી..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-08 10:34:54
  • Views : 194
  • Modified Date : 2022-04-08 10:34:54

ઉનાળાની જેમ જેમ શરૂવાત થઈ રહી છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા પાણી ની પરબો મૂકી અને સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે.ત્યારે ડીસા માં છેલ્લા કેટલાય વર્ષો થી સમર્પણ ગ્રુપ દ્વારા રાહદારીઓ માટે પાણી ની પરબો મૂકી સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે......

 

બનાસકાંઠા જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો હાલ ઘર ની બહાર નીકાળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આઠ વર્ષ થી લોકોને પીવાના પાણી માટે સમર્પણ ગ્રુપ દ્વારા પરબ બનાવવા આવે છે ત્યારે આજે ડીસા નગરપાલિકા ના પ્રમુખ રાજુભાઇ ઠક્કર તેમજ ડીસા તાલુકા પીઆઈ એમ જે ચૌધરી તેમજ ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના ઉપાધ્યક્ષ ડો.રીટાબેન પટેલ  ના વરદ હસ્તે ડીસાના મામલતદાર કચેરી પાસે જ્યાં લોકો ની તેમજ શાળા માં અભ્યાસ કરતા સૌથી વધારે વિદ્યાર્થીઓની  અવર જવર થાય છે ત્યાં ગરમીથી રક્ષણ મળી રહે તે માટે ઠંડા પાણી ની પરબ ચાલુ કરવામાં આવી હતી. સમર્પણ ગ્રુપ દ્વારા આ સિવાય ગરમી માં પક્ષીઓને ગરમી થી રક્ષણ મળી રહે તેમજ પક્ષીઓ ને પીવા માં પાણી મળી રહે તે માટે લોકોને પક્ષીઓ માટે કુંડાઓનું પણ વિતરણ કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં સમર્પણ ગ્રુપના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા...

Download Our B K News Today App



Related News