સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરુઆતે જળાશયોમાં પાણીની આવક વધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-28 14:33:25
  • Views : 98
  • Modified Date : 2023-06-28 14:33:25

સૌરાષ્ટ્ર અને કચ્છમાં જૂન માસ દરમિયાન વરસાદ સારો નોંધાયો છે. પહેલા બિપરજોય વાવાઝોડાની અસરને લઈ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની પહેલા અને બાદમાં પણ ધોધમાર વરસાદ તેની અસર રુપે નોંધાયો હતો. ત્યાર બાદ હવે રાજ્યામાં ચોમાસુ વિધિવત રીતે શરુ થયુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ હળવાથી ભારે નોંધાઈ રહ્યો છે. આ દકમિયાન હવે જળાશયોમાં પણ નવી આવકો નોંધાઈ રહી છે. રાજકોટ જિલ્લાના જળાશયોમાં સારી આવક જૂન માસ દરમિયાન નોંધાઈ છે. ખેડૂતો માટે જળાશયોમાં આવક રાહત સ્વરુપ છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી મેઘ મહેર જોવા મળી રહી છે.છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે જેના કારણે બે ડેમો છલકાયા છે જ્યારે 20 ડેમોમાં નવા નીરની આવક થઇ છે.રાજ્યના સિંચાઇ વિભાગની યાદી પ્રમાણે આજી 2 ડેમ અને મચ્છુ 2 ડેમ ઓવરફલો થયા છે જેમાં બંન્ને ડેમના ચાર દરવાજા એક ફુટ ખોલવામાં આવ્યા છે.આ ઉપરાંત 20 જેટલા ડેમોમાં બે ફુટ થી લઇને 14 ફુટ સુધી પાણી આવ્યું છે.31 ડેમસાઇટમાં વરસાદરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે રીતે વરસાદ નોંધાયો છે એ મુજબ સિંચાઈ વિભાગના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના 31 જેટલી ડેમસાઇટ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. આ વરસાદ આવવાને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમની સપાટીમાં હજુ પણ વધારો થઇ રહ્યો છે. સિંચાઇ વિભાગ દ્રારા તમામ ડેમ સાઇટ પર સતત મોનિટરીંગ કરવામાં આવ્યું છે તથા કન્ટ્રોલરૂમ પણ ચાલું છે. જેમાં જો કોઇ ડેમ ઓવરફલો થાય તો તેના અસરગ્રસ્ત ગામડાંઓને સાવચેત કરવા અને નિચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા સુધીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News