DRDO દ્વારા 900 બેડની હોસ્પિટલ માટે 140 જગ્યાઓ પર હંગામી ભરતી શરુ, વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટી આપવા આદેશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-29 12:21:46
  • Views : 257
  • Modified Date : 2021-04-29 12:21:46

    અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં દર્દીઓની સ્થિતિ વધારે કફોડી બની છે. હોસ્પિટલોમાં બેડ ભરાઈ ગયાં હોવાથી દર્દીઓને દાખલ થવા માટે પણ વિવશતાનો સામનો કરવો પડ્યો છે. ત્યારે DRDO દ્વારા શહેરમાં 900 બેડની હોસ્પિટલ માટે 140 જગ્યાઓ પર હંગામી ભરતી તથા યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટી આપવા આદેશ કરવામાં આવ્યો છે.હોસ્પિટલમાં 3 થી 6 માસના કરાર આધારિત હંગામી ધોરણે ફિક્સ વેતનથી વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ નર્સિંગ અને ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓને કોવિડમાં ડ્યુટી સોંપવા આદેશ કરવામાં આવ્યો.

    ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં બપોરે 1 વાગ્યાથી ઈન્ટરવ્યૂ શરુ થશે. જેમાં 5 ફિઝીસિયન,10 એનેથેસિયા,20 મેડિકલ ઓફિસર,55 સ્ટાફ નર્સ,50 મેડિકલ ઓફિસર એમ કુલ 140 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.તમામ ભરતી કરાર આધારિત રહેશે જેમને ફિક્સ વેતન જ આપવામાં આવશે.કોઈ પણ વધારાના ભથ્થા કે ચાર્જ ચૂકવવામાં આવશે નહિ.

    ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી સંલગ્ન તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તથા સ્વ નિર્ભર કોલેજના આચાર્યોને પત્ર લખીને ત્રીજા અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને કોવિડમાં ડ્યુટી આપવા વિદ્યાર્થીઓને વિગત મોકલવા જણાવ્યું છે. ઉપરાંત દરેક કોલેજે એક ફેકલ્ટીને નોડલ ઓફિસર તરીકે પણ નામ અને વિગત મોકલવા જણાવ્યું છે.નારંગ કોલેજના આચાર્યોને પણ બીજા વર્ષથી અંતિમ વર્ષ અને PG સેન્ટરના વિદ્યાર્થીઓને કોવિડ સહાયક તરીકે ડ્યુટી આપવા જણાવ્યું હતું અને તેમાંથી પણ એક ફેકલ્ટીને નોડલ ઓફિસર તરીકે મોકલવા જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News