બે દીકરીઓની મદદથી પતિનું કાસળ કાઢી નાંખ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-09 16:27:44
  • Views : 105
  • Modified Date : 2023-06-09 16:27:44

 સુરત જિલ્લામાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને હત્યાના બનાવો હવે સામાન્ય થઈ ગયા છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ઉમંગ રેસીડેન્સીમાં રહેતા 50 વર્ષીય નરેશ તુષ્ટિ નાયકને તેઓની પત્નીએ પોતાની બે દીકરીઓની મદદ લઈને જ મોતને ઘાટ ઉતારી દીધો,અને પ્લાસ્ટિકના કોથળામાં ભરી દોરડીથી મૃતદેહ બાંધી ઘર નજીક રહેલ ખુલ્લી જગ્યામાં ઊંડો ખાડો ખોદી ડાટી દીધો અને બાદમાં વતન ઓરિસ્સામાં રહેતા સાસરિયાઓને અને બાજુમાં રહેતા પાડોશિયોને ગુમરાહ કરી બન્ને દીકરીઓને લઈને હત્યારી પત્ની ભાગી ગઈ.હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવા પત્નીએ શેતાની દિમાગ વાપર્યું હતું. તેઓએ પાડોશીને જણાવ્યું હતું કે અમને વતનમાં જવાની ટીકીટ કરાવી આપો મારા સસરાનું મોત થઈ ગયું છે. પતિ નરેશ વહેલી સવારે ઓરિસ્સા જવા નીકળી ગયા છે. અમારે પણ જવું પડશે અને બાદમાં ઓરિસ્સા જઈને સાસરિયાઓને હત્યારી પત્નીએ જણાવ્યું કે તાજેતરમાં થયેલ ઓરિસ્સા રેલવે દુર્ઘટનામાં તેમના પતિ નરેશનું મોત નિપજ્યું છે તેવું જણાવ્યું.પીપોદરા ગામે ઉમંગ રેસીડેન્સી પાસેની ખુલ્લી જગ્યામાં માથું ફાડી નાખી તેવી દુર્ગંધ આવતા સ્થાનિકોએ તપાસ કરતા એક મૃતદેહ મળી આવ્યો સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને તપાસ હાથ ધરતા આ મૃતદેહ નરેશનો હોવાનું જાણવા મળ્યું અને પોલીસે આજુબાજુના રહીશોના નિવેદનો લેતા હત્યારી પત્ની અને તેઓની બે દીકરીઓનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસ તેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.આ બાબતે સુરત ગ્રામ્ય ડી.વાય.એસ.પી. બી.કે.વનારે જણાવ્યું હતું કે મરણ જનારને તેની પત્નિ સવિતાબેન, સોનિયા તેમજ પીંકલ  દ્વારા કોઈ બોથડ પદાર્થ અથવા ગળું દબાવીને મર્ડર કરવામાં આવેલું છે.  અને મર્ડર કર્યા બાદ ઓરિસ્સા પોતાનાં વતનમાં નાસી ગયેલ છે. અને સવિતાબેને તેમનાં પતિની ડેડ બોડી કોથળામાં પેક કરી ઉમંગ રેસીડન્સીની કંપાઉન્ડ વોલ પાછળ ખાડો કરીને દાટવામાં આવ્યું હતું. નરેશભાઈની ડેડ બોડી મળી આવતા તેની ઓળખવિધિ કરવામાં આવ્યા બાદ નરેશ તૃષ્યિ નાયકનું તેનાં પરિવાર દ્વારા મર્ડર કરવામાં આવ્યું છે. 

 

Download Our B K News Today App



Related News