બલોધર ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને ભીલડી પી.એસ.આઇના અધ્યક્ષ બેઠક મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-28 12:54:08
  • Views : 328
  • Modified Date : 2021-11-28 12:54:08

 

બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે.ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીઓ વચ્ચે હાલમાં ઉમેદવારો પોતાનું પ્રભુત્વ જમાવવા માટે મતદારોને મળી રહ્યા છે. વખતેની ચૂંટણીઓમાં મોટાભાગે મતદારો ગામનો વિકાસ કરે અને યુવા ઉમેદવાર મેદાનમાં આવે તેવું ઈચ્છિ રહ્યા છે.ત્યારે આગામી ૨૯ નવેમ્બર ફોર્મ ભરવાનું શરૂ થાય તે પહેલાં ગામડાઓમાં બેઠકનો દોર શરૂ થયો છે.જેમા સામાજિક આગેવાનોના સુમેળભર્યા સરકાર છે ગ્રામ પંચાયતને સમરસ કરવાની કવાયત હાથ ધરી છે. જેમાં ડીસા તાલુકાના બલોધર ગામ ખાતે ભીલડી પી.એસ.આઇ આર.જે.ચોધરી અધ્યક્ષ સ્થાને બલોધર ગામ લોકો સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભીલડી પી.એસ.આઇ આર.જે.ચોધરી જણાવ્યું હતું કે ગામ પંચાયત ચૂંટણીના ગામના ઉમેદવારો સામે આવતા હોવાથી ગામના અનેક ભાગ પડી જતા હોય છે પરંતુ ગામ લોકોના સહકારથી બિન હરીફ એટલે કે સમસ્ત ગ્રામ પંચાયત બને તો સૌથી મોટી બાબત ગણી શકાય છે.અને શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતનું ચૂંટણી થાય તે હેતુથી બેઠક કરી હતી. જેમાં ગામના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News