દિયોદર સુજલામ સુફલામ કેનાલમાં પાણીની માંગ સાથે હર હર ક્રાંતિ ઘર ઘર ક્રાંતિ બેનરો લઈ ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-08 13:14:47
  • Views : 241
  • Modified Date : 2021-08-08 13:14:47

    દિયોદર મામલતદાર કચેરી ખાતે  બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ વિવિધ માંગણીને લઈ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જેમાં ઢોલ વગાડી સરકારને જગડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી. દિયોદર, કાંકરેજ, લાખણી, થરાદ, ડીસા વિસ્તારમાંથી પ્રસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં છેલ્લા ઘણા સમય થી ચાંગા નર્મદા કેનાલ માંથી પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો પરેશાન બન્યા છે વર્તમાન સમય ખેડૂતોએ ચોમાસા પાકનું વાવેતર કર્યું છે જેમાં કેનાલમાં પાણી ના છોડતા  અને બીજી તરફ વરસાદ ખેંચાતા ખેતીના પાકમાં નુકશાન આવવાની દહેશત ઉભી થઇ છે. જેમાં  ખેડૂત યુનિયન સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈ હર હર કાંતિ ઘર ઘર કાંતિ, લડીશું તો જીતીશુ ના બેનરો લઈ દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. અને મામલતદાર તેમજ નાયબ કલેકટર એમ.કે.દેસાઈને આવેદનપત્ર પાઠવી પાણી છોડવાની માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News