ડીસા માર્કેટયાર્ડમાં મીની વેકેશન પૂર્ણ થતાંની સાથે જ માર્કેટયાર્ડ મગફળીની મબલખ આવકથી ઉભરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-10 12:09:46
  • Views : 318
  • Modified Date : 2021-11-10 12:09:46

 

દિવાળી પછી લોકો આ દિવસની ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે હિન્દૂ ધર્મ અને શાસ્ત્રો માં એવી માન્યતા છે કે લાભ પાંચમ નો દિવસ ખૂબ શુભ હોય છે, જો કોઈ પણ નવા કામની શરૂઆત જો આ દિવસે કરવામાં આવે તો તેમાં ફાયદો જ ફાયદો થાય છે. તેથી જ તો વેપારીઓ પોતાના નવા ધંધાનું મૂર્હુત આ દિવસે કરે છે. કોઈપણ બીઝનેસ આપણે ફાયદા માટે જ કરતાં હોય છે અને દરેક ઈચ્છે છે કે તેમને તેમના નવા બીઝનેસમાં નફો જ નફો થાય તેથી લોકો ખાસ કરીને લાભ પાંચમની રાહ જોતા હોય છે. ત્યારે બનાસકાંઠા જ નથી પરંતુ ઉત્તર ગુજરાતમાં આવક માં બીજા નંબર નું સ્થાન ધરાવતું ડીસા સહિત સમગ્ર જિલ્લાના માર્કેટયાર્ડ આજથી ધમધમતા થઈ ગયા છે ખાસ કરીને ગત વર્ષ માં કોરોના મહામારી તેમજ મોંઘવારી સહિત વિવિધ સમસ્યાઓના કારણે વેપારીઓ માટે કપરું વર્ષ રહ્યું હતું જ્યારે વરસાદ ના થતા અને પોષણક્ષમ ભાવો ના મળતા ખેડૂતોની હાલત પણ કંઈક આવીજ હતી જેથી નવા વર્ષ માં ખૂબ જ લાભ થાય અને સરકાર અને કુદરત મહેરબાન રહે તેવી આશાએ ખેડૂતો અને વેપારીઓએ  શુભ મુહૂર્ત માં ખરીદ વેચાણ શરૂ કરી તેમના ધંધા રોજગાર શરૂ કર્યા છે.

 

     આજથી લાભપાંચમના દિવસે ખેડૂતો પોતાના નવા વર્ષની શરૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી વારંવાર નુકસાની વેઠવી રહેલા ખેડૂતો નું વર્ષ આ વખતે સારું જાય તે માટે સવારે ખેતરની પૂજા-અર્ચના કર્યા બાદ મગફળી નો માલ વેચવા માટે માર્કેટયાર્ડ પહોંચ્યા હતા ગત વર્ષે કોરોનાવાયરસ ની મહામારી અને મોંઘવારીના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આ વર્ષે મગફળીના ડીસા માર્કેટયાર્ડમાં સારા ભાવ મળતા ની સાથે જ ખેડૂતોએ ખુલ્લે બજારમાં મગફળી નું વેચાણ કર્યું હતું લાભપાંચમના દિવસે આજે ડીસા માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ડીસા તાલુકાના ખેડૂતો મગફળી લઈને વેચાણ કરવા આવતા માર્કેટ યાર્ડ મગફળી આ વખતે ભરાઇ જવા પામ્યું હતું ત્યારે આ વર્ષે પણ ખેડૂતોને હજુ મગફળીના પાકમાં સારા ભાવ મળી રહે તે માટે ખેડૂતોએ માંગ કરી હતી.

આજથી દિવાળી વેકેશન પૂર્ણ થતાની સાથે છે ડીસા માર્કેટયાર્ડ શુભ મુહૂર્તમાં વેપારીઓ દ્વારા ખોલવામાં આવ્યું હતું જેના કારણે ખેડૂતો ૮ દિવસ બાદ પોતાનો મગફળી નો માલ લઈને પહોંચી ગયા હતા સવાર થી ડીસા માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી ની હરાજી માં જોડાયા હતા.ડીસા માર્કેટયાર્ડમાં સરકારના ટેકાના ભાવ કરતા ખુલ્લી બજારમાં ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતા અત્યાર સુધી માર્કેટયાર્ડમાં 11 લાખ મગફળીની બોરીની આવક નોંધાઈ છે.હાલમાં ખેડૂતોને ખુલ્લી બજારમાં 1200 થી 1300 રૂપિયા જેટલો મગફળીનો ભાવ મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના મોઢા પર ખુશી પર જોવા મળી રહી છે ત્યારે હજુ પણ આગામી સમયમાં મગફળીની આવક વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News