બ્રાઝીલે હનુમાનજીનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ભારતનો આભાર વ્યક્ત કર્યો, ભારતે કોવીશીલ્ડ વેક્સિનના 20 લાખ ડોઝ મોકલ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 11:23:53
  • Views : 225
  • Modified Date : 2021-01-23 11:23:53

    દેશમાં કોરોનાના એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. આ મહિને 21 દિવસમાં 66,873 એક્ટિવ કેસ, એટલે કે સરેરાશ 3,184 દર્દી ઓછા થયા છે. અત્યારે 1.84 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. દર્દીની આ ઝડપ ઓછી થતી રહી તો 58 દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે. ત્યારબાદ એક-બે કેસ જ આવશે.

    બ્રાઝીલે કોરોના વેક્સિન મોકલવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર એમ બોલ્સનારોએ હનુમાનજીનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે અમે ભારત જેવા સાથીને મેળવી સન્માન અનુભવી રહ્યા છીએ. ભારતે આ ગ્લોબલ ક્રાઈસિસના સમયમાં અમારી શક્ય તમામ મદદ કરી છે. ભારતથી બ્રાઝીલને થનારી વેક્સિનની નિકાસ બદલ આભાર વ્યક્ત કરી છીએ.ભારતે વેક્સિન કોવીશીલ્ડના 20 લાખ ડોઝ બ્રાઝીલ મોકલ્યા હતા. તેનો પહેલો પુરવઠો શુક્રવારે બ્રાઝીલ પહોંચી ગયો. તાજેતરમાં જ બ્રાઝીલે એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની વેક્સિનના ઈમર્જન્સી વપરાશ માટે મંજૂરી આપી હતી. ભારતમાં કોવીશીલ્ડને પણ એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડે તૈયાર કરી છે. જેનું ઉત્પાદન સીરમ ઈન્સ્ટિટ્યુટર કરી રહી છે.


    શુક્રવારે 14,246 નવા સંક્રમિત મળ્યા, 17,034 સાજા થયા અને 151નાં મોત થયાં છે. દેશમાં અત્યારસુધીમાં 1.06 કરોડ કેસ આવી ચૂક્યા છે. એમાંથી 1.02 કરોડ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.53 લાખ દર્દીએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

    તામિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ નેતા જયલલિતાનાં ખાસ ગણાતાં શશિકલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પહેલાં તેઓ બેંગલુરુની બોરિંગ હોસ્પિટલમાં દાખલ હતાં. તબિયત વધુ બગડવા પર તેમને વિક્ટોરિયા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આવકથી વધુ સંપત્તિના મામલામાં શશિકલા બેંગલુરુની પરાપ્પના અગ્રહારા જેલમાં છે.કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા ગુરુવારે 20 લાખને વટાવી ગઈ છે. એ સંખ્યામાં વિશ્વના 10માં સૌથી વધુ પ્રભાવિત દેશ જર્મનીના સંક્રમિતોથી એક લાખથી થોડી ઓછી છે. જર્મનીમાં અત્યારસુધીમાં 21.09 લાખ કેસ આવ્યા છે.

Download Our B K News Today App



Related News